Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાર કરોડ ઉપરાંતના બાકી બીલ અંગે ૨૦૬૪ જોડાણ કટઃ
જામનગર તા. ૧૩ઃ જામનગર પીજીવીસીએલ દ્વારા જે ગ્રાહકોના વીજબીલ બાકી છે તેમના મીટર તથા સર્વિસ વાયર ઉતારી લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બંને જિલ્લામાં વીજ કંપની કડકાઈથી કામગીરી કરી રહી છે. આગામી દિવસોમાં આ માસ ડીસ્કનેકશન ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે.
જામનગરની પીજીવી સીએલ વર્તુળ કચેરી દ્વારા જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જે ગ્રાહકોની વીજ બીલની રકમ બાકી છે તેઓની પાસેથી રિકવરી માટે કડકાઈથી પગલાં ભરી રહી છે. બંને જિલ્લામાં રોજ ૨૦૦થી વધુ ટીમ બાકી વીજબીલની વસૂલાત માટે મોકલાઈ છે.
આ ટૂકડીઓએ ૭ લાખ ગ્રાહકોમાંથી જે ૧ લાખ ગ્રાહકોએ બીલ ભરવાના બાકી છે તેમાંથી ૨૧,૧૬૧ ગ્રાહકો પાસેથી બાકી બીલની વસૂલાત કરી છે. અંદાજે રૂ.૭ર કરોડની રકમ ભરવાની બાકી હોય ઉપરાંત ફેેબ્રુઆરી મહિનાની વસૂલાતની કામગીરી દરમિયાન કુલ બાકીદારો પૈકી ૨૧૧૬૧ ગ્રાહકોએ રૂ.૧૧.૦૧ કરોડ ભરપાઈ કરી આપ્યા હતા. તેમજ ૨૦૬૪ ગ્રાહકોના રૂ.૪.૦૮ કરોડ ભરપાઈ ન થતાં તેમના વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા છે. આગામી દિવસોમાં ડીસ કનેકશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવનાર છે જેમાં બાકીદારોના વીજજોડાણ કાપી નાખવાની કાર્યવાહી ચાલુ રહેશે. તેમજ બીલની રકમ ભરપાઈ ન કર્યે ગ્રાહકોના વીજ જોડાણ રદ્દ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારપછી ગ્રાહકોને વીજ પુરવઠો ચાલુ કરાવવા નવું વીજ જોડાણનો થતો ચાર્જ ભરપાઈ કરી વીજ જોડાણ મેળવવાનું રહેેશે.
ગ્રાહકોને બીલ ભરપાઈ કરવા કોઈ અગવડતા ન પડે તે માટે જાહેર રજાના દિવસોમાં પણ તમામ પેટા વિભાગીય કચેરી હેઠળના કેશ કલેક્શન સેન્ટર ચાલુ રાખવામાં આવશે. કાર્યવાહી દરમિયાન રૂ.૧૧.૦૧ કરોડની રકમ ભરપાઈ થઈ જવા પામી છે. ૨૦૬૪ ગ્રાહકોના રૂ.૪.૦૮ કરોડ ભરપાઈ થયા ન હોય તેમના જોડાણ કપાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial