Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્કૂલ ઓફ કમિશનરની કચેરીએ તમામ ડીઈઓને પરિપત્ર પાઠવી આપી સૂચના
અમદાવાદ તા.૧૩ઃ ગુજરાત સરકારે શાળાઓમાં કે વિદ્યાર્થીઓની સામે જ તમાકું-પાન-મસાલાનું સેવન કરતા તથા ધુમ્રપાન કરતા શિક્ષકો સામે લાલ આંખ કરી છે અને કમિશનર ઓફ સ્કૂલ્સ દ્વારા પરિપત્ર કરીને આ પ્રકારની હરકત કરતા શિક્ષકો સામે ફોજદારી રાહે કાનૂની પગલા લેવાની સૂચના આપી હોવાનું જાણવા મળે છે.
ગુજરાત સરકાર દ્વારા શાળાઓની બાજુમાં ૧૦૦ મીટરમાં પાન, ફાકી, મસાલા વેચવા મનાઈ છે. કેટલીક શાળાના શિક્ષકો-કર્મચારીઓ પાન, ફાકી, મસાલા ખાતા કે બીડી સીગારેટ પીતા હોવાનું બહાર આવતા રાજ્યના શિક્ષણ વિભાગે ખાસ પત્રથી રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આ બાબતે તાકીદે કડક પગલા લેવા આદેશ કર્યો છે. કેટલીયે શાળામાં પાન-ફાકી શિક્ષકો ખાતા હોય સામાન્ય થઈ ગયું છે.
ગુજરાતમાં શાળાની આજુબાજુ તમાકુ-સિગારેટ વગેરે વેચવા પર પ્રતિબંધ છે, અને ભારતની સંસદે વર્ષ-ર૦૦૩માં પસાર કરેલા અને તા. પહેલી મે-ર૦૦૪ થી દેશભરમાં લાગુ કરેલા તમાકુ નિયંત્રણ કાયદાની કલમ-૪ હેઠળ જાહેર સ્થળોમાં ધુમ્રપાન કે તમાકુ-મસાલા ખાવા પર પ્રતિબંધ મુકાયો છે, ત્યારે ગુજરાતમાં ઘણી શાળાઓમાં ચાલુ સ્કૂલે ધુમ્રપાન કરતા, પાન-મસાલા ખાતા, હથેળીમાં તમાકુ મસળીને હોઠ પાછળ મુકતા અને તમાકુવાળી ફાકી-મસાલા મસળીને મોઢામાં પધરાવતા શિક્ષકો-આચાર્યો પણ ઘણાં સ્થળે જોવા મળતા હોવાનું ખુદ રાજ્યના કમિશનર ઓફ સ્કૂલ્સના જ ધ્યાને આવતા તેમણે એક પરિપત્ર કરીને તમામ શિક્ષણાધિકારીઓ આ મુદ્દે વિશેષ સૂચનાઓ આપી હોવાનું જાણવા મળે છે.
અખબારી અહેવાલો મુજબ કમિશનર ઓફ સ્કૂલ્સે આ પ્રકારની શિક્ષકો કે આચાર્યોની હરકતોને લાંછનરૂપ ગણાવીને આ કસુર બદલ ફોજદારી રાહે પગલા લેવાશે, તેવી પરોક્ષ રીતે ચીમકી પણ ઉચ્ચારી છે. તેમની કચેરી દ્વારા આ મુદ્દે વિગતવાર પરિપત્ર અને તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને સૂચના પણ અપાઈ હોવાના અહેવાલો છે.
આ પરિપત્રમાં જણાવાયું છે કે શાળા સંકુલમાં કે શાળા સંકુલની ફરતે ચોક્કસ ત્રિજ્યાના અંતરમાં તમાકુ કે સિગારેટ મસાલા જેવા તમાકુના ઉત્પાદનોનું વેચાણ થાય કે શિક્ષણના મંદિરમાં જ તેનું શિક્ષકો-આચાર્યો દ્વારા જ સેવન થાય તો તેથી બાળકો જીવન ઘડતરના પાઠ શિખવાના બદલે વ્યસન કરવાના પાઠ શિખીને જાય, જે સમગ્ર શિક્ષણજગત માટે લાંછનરૂપ છે. જે સંદર્ભે કાયદા મુજબ કાર્યવાહી કરવાની સૂચનાઓ પણ ભારપૂર્વક અપાઈ હોવાનું જાણવા મળે છે. સીઓએસના આ પ્રકરણના કડક અભિગમને આવકાર આપતા પ્રતિભાવો પણ વ્યકત થઈ રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial