Advertisement
Author: નોબત સમાચાર

બેટ-દ્વારકામાં પાણી શુદ્ધિકરણ પ્લાન્ટનું તા. ૧પ માર્ચે થશે લોકાર્પણ

એલઆઈસીના સૌજન્યથી

દ્વારકા તા. ૧૩ઃ ગુજરાતમાં બેટદ્વારકા એક ટાપુ અને પવિત્ર યાત્રાધામ છે. આ તે સ્થાન છે જ્યાં ભગવાન કૃષ્ણ તેમની રાણીઓ સાથે રહેતા હતાં. આ જમીન દેવભૂમિ દ્વારકાના કિનારે અખાત પર આવેલી છે.

બેટદ્વારકાધીશજી મંદિરની મુલાકાત લેતા યાત્રિકોની સંખ્યા પ્રતિદિન અંદાજે પ થી ૭ હજાર છે. બેટદ્વારકા ટાપુ હોવાને કારણે પીવાના શુદ્ધ પાણીની સમસ્યાનો સામનો કરે છે, કારણકે અહીંનું પાણી ખારૂ છે અને તેમાં ભારે ટીડીએસ છે અને તેથી યાત્રાળુઓને પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે.

યાત્રિકોના પીવાના પાણીની સમસ્યાને હલ કરવા માટે બેટ દેવસ્થાન સમિતિ, બેટ શંખોદ્વાર દ્વારા હાર્ડ વોટરને સોફ્ટ વોટરમાં રૂપાંતરિત કરવા માટેનો પ્લાન્ટ પૂરો પડવા માટે દેશની અગ્રણી વીમા સંસ્થા ભારતીય જીવન વીમા નિગમને રજૂઆત કરવામાં આવી હતી. આ ઉમદા હેતુના પ્રતિસાદ રૂપે ભારતીય જીવન વીમ નિગમ દ્વારા હાર્ડ વોટરને સોફ્ટ વોટરમાં રૂપાંતરિત કરવા માટેના પ્લાન્ટનું લોકાર્પણ કરવાનું જાહેર કરાયેલ છે. યાત્રિકોને પીવાલાયક પાણીની સુવિધા પૂરી પાડવામાં મદદરૂપ થશે.

ભારતીય જીવન વીમા નિગમના સૌજન્યથી બનાવેલ આ પાણી શુદ્ધિકરણ પ્લાન્ટની ઉદ્ઘાટન વિધિ તેમજ લોકાર્પણ એલ.આઈ.સી. પશ્ચિમ ક્ષેત્રના વડા ક્ષેત્રિય પ્રબંધક કમલકુમારના હસ્તે તારીખ ૧પ માર્ચ ર૦ર૪ ના કરવામાં આવશે તેમ રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ મેનેજર પ્રશાંત કુમાર પ્રસાદએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh