Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં પીજીવીસીએલનું નવું સબ ડિવિઝન મંજુર

રાજયના મંત્રી મૂળુભાઈ બેરાના પ્રયાસો ફળ્યા

ખંભાળીયા તા. ૧૩ઃ ખંભાળીયા શહેર તથા તાલુકાના વિસ્તારોમાં પીજીવીસીએલના વહીવટ કામગીરી માટે ખંભાળીયા શહેર,ખંભાળીયા ગ્રામ્ય તથા વડત્રા એમ ત્રણ સબ ડિવિઝનો હતા પરંતુ ખંભાળીયા શહેરમાં ૪૦ હજાર જેટલા ગ્રાહકો વડત્રામાં ખૂબ જ દૂર વિસ્તારો, લાંબા ફીડરો તથા ખૂબ જ વાર લાગતી હોય ઝડપી કાર્યવાહી, સ્ટાફ વધારવા તથા લોકોના પ્રશ્નો ઘટાડવાના ભાગરૂપે રાજ્યના વન અને પ્રવાસન રાજ્યમંત્રી તથા ખંભાળીયાના ધારાસભ્ય મૂળુભાઈ બેરાના પ્રયાસો સફળ થતાં ખંભાળીયામાં ચોથુ સબડિવિઝન રામનગરમાં મંજુર થયું છે.

ખંભાળીયા શહેર, ગ્રામ્ય તથા વડત્રા આ ત્રણેય સબ ડિવિઝનમાંથી થોડા થોડા ગ્રાહકો લઈને આ નવું સબ ડિવિઝન બનાવાશે તથા થોડા સમયમાં ડેપ્યુટી ઈજનેર, જુનિયર ઈજનેર, ટેકનિકલ લાઈટ સ્ટાફ સાથે નવી કચેરી કાર્યરત થશે જેથી લાંબા ફીડરો દૂરના વિસ્તારોને કચેરીઓ નજીક થશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh