Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લેણી રકમ વસૂલવા કરાયેલો દાવો પણ રદ્દઃ
જામનગર તા. ૧૩ઃ જામનગરના એક વીજ ગ્રાહક પાસેથી બાકી રકમ વસૂલવા વીજ કંપનીએ કરેલો દાવો અદાલતે રદ્દ કર્યાે છે. જ્યારે એક આસામીએ ભરેલી રકમ પરત મેળવવા કરેલો દાવો મંજૂર રખાયા પછી તે હુકમ સામે વીજ કંપનીએ કરેલી અપીલ પણ રદ્દ થઈ છે. આમ, બંને કેસમાં વીજ કંપનીને કાનૂની હારનો સામનો કરવો પડ્યો છે.
જામનગરના વીજ ગ્રાહક લક્ષ્મીદાસ વાલજીભાઈ તથા ભરત જયેશભાઈ ગજરા સામે રૂ.૪૯ હજાર ઉપરાંતની રકમ વસૂલવા વીજ કંપની દ્વારા સિવિલ કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો. તે દાવામાં વાદી પક્ષની ઉલટ તપાસ લેવાતા મીટર ઉતારાયા પછી રીડીંગ ન નોંધાય તેમજ લેબ. રોજકામ માટે રજીસ્ટર એડીથી નોટીસ ન મોકલાયાનું કબૂલાયું હતું.
ત્યારપછી પ્રતિવાદીના વકીલે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે વીજ કંપનીનો દાવો રદ્દ કર્યાે છે.
જામનગરના ખંભાળિયા નાકા વિસ્તારમાં ઝેરોક્ષ માટેની એક દુકાનમાં વર્ષ ૨૦૦૪માં વીજ ચેકીંગ કરાયું હતું અને સીલમાં ચેડા છે તેમ બતાવી મીટર કબજે કરાયું હતું. મીટરની ચકાસણી પછી ઘનશ્યામ કોટેચાને રૂ.૮૬ હજાર ઉપરાંતનું બીલ આપવામાં આવ્યું હતું. તે બીલ સામે સિવિલ કોર્ટમાં દાવો કરાયો હતો. તે દાવો મંજૂર રાખી અદાલતે ભરપાઈ કરેલી રકમ વ્યાજ સાથે પરત આપવાનો હુકમ કર્યાે હતો.
તે હુકમ સામે વીજ કંપનીએ જિલ્લા અદાલતમાં અપીલ કરી હતી. જેમાં ઘનશ્યામ કોટેચાના વકીલે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે વીજ કંપનીની અપીલ નામંજૂર કરી છે. બંને કેસમાં પ્રતિવાદી તેમજ વાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial