Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરત કેસમાં એક વર્ષની કેદ

રૂ.૨ લાખ ૮૨ હજારનો દંડ ભરવા હુકમઃ

જામનગર તા. ૧૩ઃ જામનગરના એક આસામીને ચેક પરતના કેસમાં અદાલતે એક વર્ષની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે.

જામનગરમાં રહેતા ભરત અશોકભાઈ નંદા ૫ાસેથી રૂ.ર લાખ ૮૨ હજાર પરેશ કાંતિલાલ ગુસાણીએ હાથ ઉછીના મેળવી પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી ખાતુ બંધ હોવાના શેરા સાથે પરત આવ્યો હતો.

ત્યારપછી નોટીસ પાઠવી હોવા છતાં પરેશ ગુસાણીએ બાકી રકમ ન ચૂકવતા ભરત નંદાએ અદાલતનો આશરો લીધો હતો. ચેક પરતનો તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી પરેશ કાંતિલાલ ગુસાણીને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમનો દંડ ફટકાર્યાે છે. દંડની રકમ ફરિયાદીને વળતર તરીકે ચૂકવી અપાશે. દંડ ભરવામાં ન આવે તો વધુ ત્રણ મહિનાની કેદની સજા ભોગવવા આદેશ કરાયો છે. ફરિયાદી તરફથી વકીલ મનિષ વશીયર, પંકજ અભંગી રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh