Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવાગામમાં પાઈપલાઈનના પ્રશ્ને ખેડૂત પર હલ્લોઃ
જામનગર તા. ૧૩ઃ જામજોધપુરના પરડવા ગામ પાસે વનવિભાગના ચાલી રહેલા કામના સ્થળે ગઈકાલે બપોરે ધસી આવેલા છ શખ્સે આરએફઓને ગાળો ભાંડી પાઈપથી ફટકાર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. જ્યારે કાલાવડના નવાગામમાં પાણીની લાઈન રીપેર કરવાના પ્રશ્ને ખેડૂત પર તેના પિતરાઈઓએ હુમલો કર્યાની ફરિયાદ કરવામાં આવી છે.
જામજોધપુર તાલુકાના દુધીયા ગામ પાસે પરડવાની સીમમાં વનવિભાગના આરએફઓ પ્રવીણસિંહ કાળુસિંહ મોરી તથા અન્ય વ્યક્તિઓ ગઈકાલે બપોરે કામ કરી રહ્યા હતા ત્યારે માલદે નામનો શખ્સ તથા તેની સાથે આવેલા પાંચ અજાણ્યાએ હુમલો કર્યાે હતો.
આ શખ્સો જેસીબી તેમજ ટ્રેક્ટરમાં આવ્યા હતા. તેઓએ આરએફઓની ફરજમાં રૂકાવટ કરી ગાળો ભાંડ્યા પછી પાઈપ તથા પથ્થર વડે હુમલો કરી માર માર્યાે હતો. આરએફઓએ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
કાલાવડ તાલુકાના નવા ગામમાં રહેતા મનસુખભાઈ ટપુભાઈ નારીયા નામના ખેડૂત સોમવારે સાંજે પોતાના ખેતરે પાણી વાળવા ગયા હતા ત્યારે તેઓએ પોતાના ખેતરમાંથી નીકળતા મુળજી શામજીભાઈ નારીયાના આવવા-જવાના રસ્તા પર નાખેલી પાણીની લાઈન મુળજીભાઈના ખેતરના કારણે તૂટી ગઈ હોવાથી તે લાઈન રીપેર કરાવવાનું કહેતા મુળજીભાઈ તથા તેના ભાઈ ભગવાનજી નારીયાએ ગાળો ભાંડી પાવડાથી હુમલો કરી માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial