Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ લેનસેટ જર્નલના રિપોર્ટે ફેલાવ્યો ગભરાટઃ
નવી દિલ્હી તા. ૧૩ઃ ધ લેનસેટ જર્નલના તાજેતરના અભ્યાસ મુજબ કોરોના થકી લોકોના એવરેજ આયુષ્યમાં ૧.૬ વર્ષનો ઘટાડો થયો છે.
ધ લેનસેટ જર્નલના તાજેતરના સંશોધને કોરોનાના ગંભીર સ્વાસ્થ્ય જોખમોને ઉજાગર કર્યા છે. અન્ય ઘણાં અભ્યાસોએ એ પણ જાહેર કર્યું છે કે કોવિડએ વૈશ્વિક સ્તરે આરોગ્ય પર કેવી અસર કરી છે. જ્યારે ચેપે લાખોલોકોના જીવ લીધા, ત્યારે કોરોનાએ તેનાથી બચી ગયેલા લોકોને પણ છોડ્યા નથી. લોકો બીજી ઘણી એવી બીમારીઓથી પ્રભાવિત થવા લાગ્યા જે આજે પણ તેમાંથી બહાર આવી શક્યા નથી, જેથી એવરેજ આયુષ્ય ઘટ્યું છે.
સંશોધન મુજબ રોગચાળો આવ્યો ત્યાં સુધી વૈશ્વિક જીવન પ્રત્યાશા વધી રહી હતી. જીવન પ્રત્યાશા એટલે કે વ્યક્તિ તેના જન્મના સમયથી કેટલા વર્ષ જીવવાની અપેક્ષા રાખી શકે છે. લોકોની સરેરાશ ઉંમર ૧૯પ૦ માં ૪૯ વર્ષથી વધીને ર૦૧૯ માં ૭૩ વર્ષથી વધુ થઈ ગઈ છે, પરંતુ ર૦૧૯ અને ર૦ર૧ ની વચ્ચે તેમાં ૧.૬ નો ઘટાડો થયો. નિષ્ણાતો કહે છે કે આ કોવિડની સૌથી ગંભીર આડઅસર છે. આ અભ્યાસ વર્ષ ર૦ર૦-ર૦ર૧ દરમિયાન કરવામાં આવ્યો હતો.
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ સમયગાળા દરમિયાન ૮૪ ટકા દેશોમાં આયુષ્યમાં ઘટાડો થયો હતો. મેક્સિકો સિટી, પેરૂ અને બોલિવિયા જેવા સ્થળો વધુ પ્રભાવિત થયા હતાં. સંશોધકોનો અંદાજ છે કે, આ સમયગાળા દરમિયાન ૧પ વર્ષથી વધુ ઉંમરના લોકોમાં મૃત્યુદર પુરુષોમાં રર ટકા અને સ્ત્રીઓમાં ૧૭ ટકા વધ્યો છે. તેમનો અંદાજ છે કે ર૦ર૦ અને ર૦ર૧ માં વૈશ્વિક સ્તરે લગભગ ૧૩૧ મિલિયન લોકો મૃત્યુ પામ્યા હતાં, જેમાંથી લગભગ ૧૬ મિલિયન લોકો કોરોના રોગચાળાને કારણે મૃત્યુ પામ્યા હતાં.
સંશોધનમાં એ પણ જાણવા મળ્યું છે કે, ર૦ર૦ અને ર૦ર૧ માં રોગચાળા દરમિયાન વૈશ્વિક સ્તરે પુખ્ત મૃત્યુદરમાં વધારો થયો છે, પરંતુ કોવિડ-૧૯ રોગચાળા વચ્ચે શિશુ મૃત્યુદરમાં ઘટાડો થતો રહ્યો. ર૦૧૯ ની સરખામણીમાં ર૦ર૧ માં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં પાંચ લાખ ઓછા મૃત્યુ થયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial