Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના કે.ડી. શેઠ ઉપાશ્રયના રાજેમતી મહિલા મંડળ દ્વારા જીવદયા પ્રોજેક્ટ યોજાયો

પાંજરાપોળમાં ગાયોને ૩૦ બહેનોએ ઘાસચારો, લાડું ખવડાવ્યાઃ

જામનગર તા. ૧રઃ જામનગરના કે.ડી. શેઠ ઉપાશ્રયના દ્વિદશાબ્દી વર્ષ પૂર્ણ થતાં જશ પરિવારના પ.પૂ. ધીરજમૂનિ મ.સ. તેમજ તેમના આજ્ઞાનુવર્તીની પારસ પરિવારના મહાસતીજીઓ સમય-પ્રભા-દિવ્ય ગુરુણીના સુશિષ્ય પ.પૂ. મંજુલાબાઈ સ્વામી આદિ થાણા, પ.પૂ. કુંદનબાઈ સ્વામી આદિ થાણા, પ.પૂ. ક્રિષ્નાબાઈ સ્વામીના સુશિષ્ય પ.પૂ. માલતિબાઈ સ્વામી આદિ થાણા, પ.પૂ. વિશાખાબાઈ સ્વામીના આશીર્વાદ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નારી સશક્તિકરણ માટે આપેલ પ્રેરણા તેમજ ઉપાશ્રયના નિર્માતા અને નારીશક્તિ ભાનુબેન શેઠને યાદ કરી ઉપાશ્રયના મહિલા મંડળ દ્વારા જીવદયા પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો.

જેમાં ગુલાબનગર ખોડિયાર કોલોની તથા દરેડમાં આવેલ પાંજરાપોળમાં ગાયોને લાડવા, ઘાસચારો માટે ૩૦ બહેનોએ સેવાલાભ લીધો હતો. ઉપાશ્રયના દાતાઓ તરફથી આ પ્રોજેક્ટ માટે સહાય મળી હતી. તેટલી જ રકમ ઉપાશ્રય દ્વારા ફાળવવામાં આવી હતી.

આ પછી ઉપાશ્રયમાં કે.ડી. શેઠ ઉપાશ્રયના રાજેમતી મહિલા મંડળ અને જીવદયા પ્રોજેક્ટ માટે મદદરૂપ થવા બદલ જૈન એલર્ટ ગ્રુપના પંકજભાઈ મહેતાનો ઉપાશ્રયના ટ્રસ્ટી સ્મિતા દેવેનભાઈ સંઘવી, કલ્પનાબેન શેઠ, ઉષાબેન વસા, ભરતભાઈ પટેલ, અજયભાઈ શેઠ, લાલુભાઈ કોઠારી, બિપીનભાઈ શેઠ, હિતેષભાઈ ખજૂરિયા, રાજુભાઈ શાહ, વિમલભાઈ મહેતા તેમજ તમામ ટ્રસ્ટી અને કમિટી મેમ્બર્સ દ્વારા જીવદયા પ્રોજેક્ટ માટે નયનબેન મહેતા, આશાબેન ખજૂરિયા વગેરેને શુભેચ્છા આપી હતી અને જીવદયા પ્રોજેક્ટ માટે હરહંમેશ તૈયાર રહેવા જણાવ્યું હતું. ઉપાશ્રયમાં બાળકોને સંસ્કાર અને ધાર્મિક અભ્યાસ માટે જૈનશાળા પણ દર રવિવારે ચાલુ છે. તેમાં ૪પ બાળકો લાભ લઈ રહ્યા છે. વધુ બાળકોને જોડાવા માટે ટ્રસ્ટી અજયભાઈ શેઠ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh