Advertisement
Author: નોબત સમાચાર

એસબીઆઈ દ્વારા વર્ષ ર૦૧૯ થી ર૦ર૪ વચ્ચે રર,ર૧૭ ઈલેક્ટોરલ બોન્ડ વેંચાયા

સુપ્રિમ કોર્ટની જાણ હેઠળ એસબીઆઈએ ચૂંટણી પંચને મોકલી માહિતીઃ

નવી દિલ્હી તા. ૧૩ઃ એસબીઆઈએ સુપ્રિમ કોર્ટમાં રજૂ કરેલ સોગંદનામા મુજબ ચૂંટણીપંચને અપાયેલી માહિતીમાં ઈલેક્ટોરલ બોન્ડની વિગતો અપાઈ છે, જે ચૂંટણી પંચ ૧પ માર્ચ સુધીમાં વેબસાઈટ પર મૂકશે.

ભારતીય સ્ટેટ બેંકએ ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં સુપ્રિમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે. એસબીઆઈના ચેરમેને સુપ્રિમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને જણાવ્યું હતું કે, એપ્રિલ ર૦૧૯ થી ૧પ ફેબ્રુઆરી ર૦ર૪ વચ્ચે રર,ર૧૭ ચૂંટણી બોન્ડ ખરીદવામાં આવ્યા હતાં.

એસબીઆઈના અધ્યક્ષે સુપ્રિમ કોર્ટને જણાવ્યું કે આદેશ મુજબ ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડ ડોનેશનની માહિતી આપવામાં આવી છે. એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે, ૧ એપ્રિલ ર૦૧૯ થી ૧પ ફેબ્રુઆરી ર૦ર૪ વચ્ચે, રર,ર૧૭ ચૂંટણી બોન્ડ્સ વેંચાયા હતાં. જેમાંથી રર,૦૩૦ વટાવવામાં આવ્યા હતાં. આ સાથે માહિતી આપવામાં આવી કે જે બાકીના ૧૮૭ બોન્ડ્સ હતાં જેને હજુ સુધી વટાવાયા નહોતા તેને પીએમ સ્લિફ ફંડમાં જમા કરાવી દેવામાં આવ્યા છે. આ કાર્યવાહી નિયમ અનુસાર કરવામાં આવી હતી. હવે આ બોન્ડ સર્વોચ્ચ અદાલતના આદેશ મુજબ ૧પ માર્ચ સુધીમાં ચૂંટણી પંચ દ્વારા વેબસાઈટ પર મૂકાશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh