Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૩ઃ દ્વારકા જિલ્લાના પોલીસબેડામાં આર્મ્ડ લોકરક્ષક તરીકે અને જુદા જુદા બે પોલીસ મથકમાં ફરજ બજાવતા બે કર્મચારી બેએક મહિના સુધી પોતાની ફરજ પર હાજર ન થતાં અને વ્યાજબી કારણ વગર રજા પર રહેતા બંને સામે ફોજદારી કાર્યવાહી માટે તજવીજ કરાઈ રહી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસતંત્રમાં અને ખંભાળિયા સ્થિત પોલીસ હેડકવાર્ટરમાં ફરજ બજાવતા આર્મ્ડ લોક રક્ષક ભવાનીસિંહ ખુમાનસિંહ જાદવ ગઈ તા.૧૭ જાન્યુઆરીથી પોતાની ફરજ પર મનસ્વી રીતે આવતા ન હતા. આ કર્મચારીએ પોલીસ તરીકેના પોતાના કામમાંથી મુક્તિ મેળવવા માટે ઉપરી અધિકારીનો આદેશ પણ માન્ય રાખ્યો ન હતો અને વ્યાજબી કારણ વગર ફરજ પર હાજર થયા ન હતા.
તે ઉપરાંત ભાણવડ પોલીસ સ્ટેશનમાં આર્મ્ડ લોકરક્ષક તરીકે ફરજ બજાવતા મયુર પરબતભાઈ પીપરોતર પણ ગઈ તા.૧૭ જાન્યુઆરીથી અવાર નવાર પોતાની ફરજ પર ગેરહાજર રહ્યા હતા અને પોતાની રાજ્ય સેવક તરીકેની ફરજમાં તેઓએ બેદરકારી દાખવી હતી.
ઉપરોક્ત બંને પોલીસ કર્મચારી સામે ખંભાળિયા પોલીસ મથકમાં પોલીસ હેડ કવાર્ટરના રિઝર્વ પીએસઆઈ એમ.કે. પાડાવદરાએ ખુદ ફરિયાદી બની ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. બંને આર્મ્ડ લોકરક્ષક સામે જીપી એક્ટની કલમ ૧૪૫ હેઠળ કાર્યવાહી કરાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial