Advertisement
Author: નોબત સમાચાર

લગ્ન વખતે વાત છૂપાવીને પતિએ છેતરપિંડી કર્યાની યુવતીએ કરી રાવ

ત્રાસ આપ્યાની ભાણવડની પરિણીતાની ફરિયાદઃ

જામનગર તા. ૧૩ઃ ભાણવડના એક યુવતીના લગ્ન છ વર્ષ પહેલાં વિજયપુર ગામમાં કરવામાં આવ્યા પછી તેણીને પતિ સહિતના ત્રણે ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુક્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. જ્યારે કલ્યાણપુરના રાવલની એક યુવતીના લગ્ન રાજકોટ થયા પછી પતિએ કેટલીક બાબત છૂપાવીને તેની સાથે છેતરપિંડી કર્યાની અને સાસુ, સસરા, દિયરે ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવાઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં રહેતા મીરાબેન ગોવિંદભાઈ કારેણાના લગ્ન છએક વર્ષ પહેલાં ભાણવડના વિજયપુર ગામના અશોક પરબતભાઈ ગોહિલ સાથે થયા પછી ઘરકામ બાબતે ત્રાસ આપી પતિ તેમજ સાસુ મુળીબેન અને સંજય પરબતભાઈએ મારકૂટ કર્યાની અને ઘરમાંથી કાઢી મુુક્યાની મીરાબેને મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામના શિવાનીબેન હરીશભાઈ મશરૂના લગ્ન રાજકોટના પ્રહલાદ પ્લોટમાં રહેતા કિશન અશોકભાઈ જોબનપુત્રા સાથે થયા પછી નાની વાતોમાં ઝઘડા કરી પતિ કિશન તેમજ સસરા અશોકભાઈ જેઠાલાલ, સાસુ ક્રિનાબેન તેમજ મૌલિક અશોકભાઈ જોબનપુત્રાએ ત્રાસ આપ્યાની અને સ્ત્રીધન ઓળવી ગયાની પિયર પરત ફરેલા શિવાનીબેને કલ્યાણપુર પોલીસ મથકમાં ફરિયાદ કરી છે. જેમાં તેઓએ પોતાના પતિ અંગે અન્ય પણ ગંભીર આરોપ મુકી પોતાની સાથે છેતરપિંડી કરાઈ હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે ચારેય સામે આઈપીસી ૪૦૬, ૪૨૦, ૧૧૪, ૪૯૮ (એ) હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh