Advertisement
Author: નોબત સમાચાર

હરિયાણામાં નવા મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીનો આજે ફલોર ટેસ્ટઃ કાર્યવાહી શરૂ

ભાજપ પાસે બહુમતી હોવાનો દાવોઃ વિપક્ષે કરી ટીકા

ચંદીગઢ તા. ૧૩ઃ હરિયાણામાં ભાજપ-જેજેપી ગઠબંધન તૂટ્યા પછી ગઈકાલે નવા મુખ્યમંત્રી તરીકે નાયબસિંહ સૈનીએ શપથ લીધા પછી આજે વિધાનસભામાં ફલોર ટેસ્ટની પ્રક્રિયા શરૂ થઈ છે.

હરિયાણામાં નવી સરકારનો થોડીવારમાં વિધાનસભામાં ફલોર ટેસ્ટ થશે. વિધાનસભાના વિશેષ સત્રની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. આ પહેલાં નવા સીએમ નાયબ સૈનીએ ધારાસભ્ય દળની બેઠક બોલાવી હતી, જેમાં ભાજપના ૪૧ ધારાસભ્ય સાથે ૭ અપક્ષ ધારાસભ્ય પણ હાજર રહ્યા છે. મુખ્યમંત્રીએ નાયબસિંહ સૈનીએ દાવો કર્યો છે કે તેમની પાસે ૪૮ ધારાસભ્યનું સમર્થન છે, જેમાં અપક્ષના ૭ ધારાસભ્ય સામેલ છે.

અહેવાલો મુજબ જનનાયક જનતા પાર્ટી (જેજેપી) એ વ્હીપ જાહેર કર્યો હતો કે તમામ ૧૦ ધારાસભ્યો મતદાન દરમિયાન ગેરહાજર રહે. વિપક્ષે કહ્યું કે વડાપ્રધાન મોદીએ હરિયાણા અને મનોહરલાલ ખટ્ટરના વખાણ કર્યા, પણ જેવું ચીરહરણ થયું, એવું દ્વૌપદીનું પણ નહોતું થયું.

જનનાયક જનતા પાર્ટીના ૪ ધારાસભ્ય એક સાથે વિધાનસભા ગૃહ પહોંચ્યા છે. એમાં ધારાસભ્ય જોગીરામ સિહાગ, રામકુમાર ગૌતમ, ઈશ્વર સિંહ, દેવેન્દ્ર બબલી સામેલ છે. જેજેપી દ્વારા વ્હીપ જાહેર કરવામાં આવ્યો છે. જે પાર્ટીના હરિયાણા વિધાનસભાના ચીફ વ્હીપ અમરજિત ઢાંડા દ્વારા આ પત્ર જાહેર કરવામાં આવ્યો છે.

અત્યાર સુધીમાં ભાજપ હરિયાણામાં જેજેપી સાથે મળીને સરકાર ચલાવી રહી હતી, પરંતુ લોકસભા સીટોની વહેંચણી પર સમજૂતીના અભાવે મંગળવારે ભાજપે ગઠબંધન તોડી નાખ્યું અને અપક્ષોની મદદથી નવી સરકાર બનાવી છે. જેનો આજે ફલોર ટેસ્ટ કરવા વિધાનસભાની બેઠક બોલાવાઈ છે.

ઉલ્લેખનીય છે કે ભાજપ અને જનનાયક જનતા પાર્ટી (જેજેપી)નું ગઠબંધન તૂટ્યા બાદ મનોહર લાલે મંગળવારે સવારે ૧૧.પ૦ વાગ્યે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. એ બાદ ચંદીગઢના હરિયાણા નિવાસસ્થાને ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી, જેમાં સૈનીને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ પ૪ વર્ષના નાયબ સિંહ સૈની રાજભવન પહોંચ્યા અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. મુખ્યમંત્રી પદના શપથ લીધા પછી નાયબ સૈનિએ મોડી સાંજે સચિવાલયમાં તેમના પાંચ કેબિનેટ મંત્રીઓ સાથે બેઠક પણ કરી હતી.

આ પછી સાંજે પ વાગ્યે હરિયાણાના રાજ્યપાલ બંડારૂ દત્તાત્રેયે નાયબ સૈનીને મુખ્યમંત્રી પદના શપથ લેવાડવ્યા હતાં, કુરૂક્ષેત્રના ભાજપના સાંસદ સૈની હરિયાણાના ૧૧ મા મુખ્યમંત્રી બન્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh