Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના મિયાત્રા ગામે બ્રીડ મલ્ટિપ્લિકેશન ફાર્મનું કેન્દ્રિય કૃષિમંત્રી પરસોત્તમ રૂપાલાના હસ્તે ઉદ્ઘાટન

સરિતા ગીર ગૌસંવર્ધન કેન્દ્રને ગૌ પ્રવાસન સ્થળ તરીકે વિક્સાવવા રાજ્ય સરકાર તત્પરઃ મૂળુભાઈ બેરા

જામનગર તા. ૧૩ઃ સરિતા ગીર ગૌસંવર્ધન કેન્દ્રમાં બ્રીડ મલ્ટિપ્લિકેશન ફાર્મનું ઉદ્ઘાટન કરતા કેન્દ્રિય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાએ કહ્યું હતું કે, ભારતીય અર્થતંત્રના કેન્દ્રબિંદુમાં આગામી સમયમાં ગૌમાતા હશે. રાજ્યના પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ કહ્યું હતું કે, આ સ્થળને ગૌ પ્રવાસન સ્થળ તરીકે વિક્સાવવા રાજ્ય સરકાર તત્પર છે.

દેશના કેન્દ્રિય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાએ જામનગર જિલ્લાના મિયાત્રા ગામે આવેલ સરિતા ગીર ગૌસંવર્ધન કેન્દ્રમાં નિર્માણ કરવામાં આવેલ બ્રીડ મલ્ટિપ્લિકેશન ફાર્મનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે કેન્દ્રિય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, પહેલાના સમયમાં ગૌ સેવા અને ગૌ સંવર્ધન એ આપણા જીવનનો મુખ્ય ભાગ હતો, પરંતુ સમય જતા પશુપાલનથી આપણું અંતર વધતું ગયું અને જેના પરિણામે આજે કુપોષણ જેવા દૂષણનો આપણે સામનો કરી રહ્યા છીએ.

ફરીથી પશુપાલન અને ગૌ સેવા તરફ વળવા આહ્વાન કરતા મંત્રીએ જણાવ્યું કે, નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સરકારે પણ ગૌસંવર્ધનના મહત્ત્વને સમજી પશુપાલન નામે નવીન વિભાગ જ શરૂ કરાવ્યો છે, અને તમામ પ્રકારના પશુઓનું રક્ષણ અને સંવર્ધન થાય તે માટે ૧૩ હજાર કરોડનો પ્રોજેક્ટ દેશને અર્પણ કર્યો છે. પરિણામે આજે પશુઓને મફત વેક્સિન, ૧૯૬ર પશુ એમ્બ્યુલન્સ, પશુ દવાખાના સહિતની સુવિધાઓ દેશના ખૂણે ખૂણે મળતી થઈ છે. ભારતના અર્થતંત્રના કેન્દ્રબિંદુમાં આગામી સમયમાં ગૌમાતા હશે તે બાબત નિશ્ચિત છે.

આ પ્રસંગે રાજ્ય પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતુંકે, ગૌસેવાની ભારત સરકાર નોંધ લે અને સન્માનિત કરે એ ગૌ સંવર્ધન માટે ખૂબ મોટી બાબત છે. એન.ડી.ડી.બી. અને ભારત સરકારના સહયોગથી નિર્મિત આ પ્રોજેક્ટને કેન્દ્ર સરકાર દ્વારા બે કરોડ જેટલી સબસિડી અપાઈ અને આજે આધુનિક ટેકનોલોજીથી યુક્ત સૌ પ્રથમ બ્રીડ મલ્ટિફિકેશન કેન્દ્ર દેશને મળવા જઈ રહ્યું છે.

આ સ્થળ ગૌ સેવાની સાથે સાથે પ્રવાસન સ્થળ તરીકે પણ વિકસે તે માટે રાજ્ય સરકાર તમામ પ્રકારની મદદ માટે હરહંમેશ તૈયાર છે. આ પ્રસંગે અગ્રણી જીતુભાઈ લાલ, રમેશભાઈ મુંગરા, વિમલભાઈ કગથરા, મૂળુભાઈ કંડોરિયા, પાલાભાઈ કરમુર, મેરામણભાઈ ભાટુ, ગૌશાળાના સંચાલક ધર્મેન્દ્રભાઈ કારાવદરા, મિતેશભાઈ લાલ, સી.આર. જાડેજા તથા બહોળી સંખ્યામાં આજુબાજુના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh