Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પેમેન્ટ થઈ ગયું હોય, તેવી ગયા વર્ષની રકમ બાકી દર્શાવાઈ ?!
જામનગર તા. ૧૩ઃ જામનગર મહાનગર પાલિકા દ્વારા તાજેતરમાં કેટલાક વિસ્તારોમાં આપવામાં આવતા કરવેરાના તોતીંગ બીલોના કારણે નગરજનો ચિંતામાં મૂકાયા હોવાનું જાણવા મળે છે.
ઘણાં નાગરિકોના ગયા વર્ષની રકમ બાકી બતાવાઈ છે, જ્યારે હકીકતે આ પેમેન્ટ થઈ ગયું હોવા છતાં બાકી બતાવાયા હોવાની બૂમ ઊઠી છે. ખાસ કરીને જે લોકોએ ઓનલાઈન પેમેન્ટ કર્યું હોય, તેની ગયા વર્ષની રકમ પણ નવા બીલમાં બાકી બતાવાઈ હોવાથી તોતીંગ બીલ આવ્યા હોવાની રાવ ઊઠી છે.
મહાનગરપાલિકાના કરવેરા ઓનલાઈન ભર્યા પછી તેની કોઈ અલાયદી પહોંચ પહોંચાડવામાં આવતી હોતી નથી તેથી ઓનલાઈન પેમેન્ટ કર્યા પછી તેની પહોંચ મોબાઈલ ફોન દ્વારા એસએમએસ કરીને કે રજીસ્ટર્ડ થયેલ હોય તો તેવા ઈ-મેઈલ દ્વારા પહોંચાડાય કે હાર્ડકોપીમાં કુરિઅર-ટપાલથી પહોંચતી કરવાની સિસ્ટમ કાર્યરત કરવામા ંઆવે તો અ પ્રકારના માનસિક પરિતાપમાંથી નગરજનો બચી શકે, અને વેરા વસુલાત પણ ઝડપી બને. અત્યારે તો છેલ્લા જે બીલો અપાયા છે તેની પુનઃ ચકાસણી કરીને જરૂરી સુધારા-વધારા સાથેના નવા બીલો મોકલવામાં આવે તેવી માંગ પણ ઊઠી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial