Advertisement
Author: નોબત સમાચાર

જેલમાં સારી વર્તણૂકના પગલે આજીવન કેદની સજા પામેલા બેને અપાઈ સજામાફી

સમાજમાં સારી રીતે રહેવા કરાયું સૂચનઃ

જામનગર તા. ૧૩ઃ જામનગરની જિલ્લા જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા બે કેદીને તેની સારી વર્તણૂકને ધ્યાનમાં રાખીને સજા માફીનો હુકમ કરાયો છે. આ કેદીઓ ૧૪ વર્ષની સજા કાપી ચૂક્યા છે. તેઓને ધાર્મિક પુસ્તકો, પોસ્ટની પાસબુક આપી સમાજમાં સારી રીતે રહેવાની શીખ સાથે જેલમુક્તિ આપવામાં આવી છે.

જામનગર જિલ્લા જેલમાં સજા કાપી રહેલા આજીવન કેદની સજા પામેલા બે કેદીની સજાની માફી આપવામાં આવી છે. બંને કેદીને શનિવારે જેલ મુક્ત કરવામાં આવ્યા હતા.

અગાઉ એક ગુન્હામાં આજીવન કેદની સજા પામેલા અને અત્યાર સુધીમાં ૧૪ વર્ષની સજા કાપી ચૂકેલા જીતેન્દ્ર સવજીભાઈ વાઘોડીયા ઉર્ફે વેલીયા તથા કરશન વીશાભાઈ ખાંભલાની જેલમાં રહેલી વર્તણૂકના પગલે બંનેની સજા માફ કરવા પ્રયત્નો શરૂ કરાયા હતા. રાજ્યના ગૃહ વિભાગના ડો. કે.એલ.એન. રાવના હકારાત્મક પ્રયત્ન પછી આ બંને કેદીને સજામાફી આપવામાં આવી છે.

બંને કેદીઓના જેલ જીવનના અનુભવોનું રેકોર્ડિંગ કરવામાં આવ્યા પછી તેઓને મ્હોં મીઠા કરાવી ધાર્મિક પુસ્તકો તથા પોસ્ટની પાસબુક આપી જેલમાંથી મુક્તિ અપાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh