Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસ.ટી., જીઈબી સહિતની સંસ્થાના
જામનગર તા. ૧૩ઃ એસ.ટી. નિવૃત્ત કર્મચારી, જી.ઈ.બી. નિવૃત્ત કર્મચારી, ડેરી ઉદ્યોગ, દિગ્જામ વુલનમીલ, દિગ્વિજય સિમેન્ટ કંપની, બોમ્બે ડાઈંગ, તાતા કેમીકલ્સ, જાહેર સાહસો, નાના મોટા ઉદ્યોગોના પ્રો. ફંડ પેન્શન યોજના-૯પ અંતરર્ગત પેન્શન મેળવતા પેન્શનરોના માસિક પેન્શનમાં મીનીમમ પેન્શન ૭પ૦૦-/ + મોંઘવારી+ મેડિકલ મેળવવા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલી રહ્યું છે. આ દરમ્યાન-ર૦ર૪ લોકસભાની ચૂંટણી પહેલા નિર્ણય માટેની રજુઆત ઈપીએસ-૯પ ના એનએસએના કન્વીનર કમાન્ડર અશોક રાહુલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ દામોદર મોદીને તા. ૪-૩-ર૦ર૪ ના પત્ર લખેલ અને રજુઆત કરી હતી. જે રજુઆત માટે જામનગર સાંસદ સભ્ય પૂનમબેન માડમના કાર્યાલય તથા કલેકટર કચેરીમાં આસી. પ્રો. ફંડ કમિશનરની કચેરીમાં પંકજભાઈ જોશી, જનરલ સેક્રેટરી, મજુર મહાજન સંઘ, જામનગર તથા મજુર સેવા સંઘના પ્રમુખ હમીદ દેદાની આગેવાની હેઠળ રજુઆતો સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં નિવૃત્ત કર્મચારીઓએ હાજરી આપી પોતાની લાગણી વ્યકત કરી હતી. જેમાં એસ.ટીના નરશીભાઈ દાઉદીયા, જીઈબીના દિપકભાઈ ત્રિવેદી, બોમ્બે ડાઈંગના પ્રતાપસિંહ ઝાલા જી.એસ.એફ.સી.ના જે.એમ. પરમાર, વિજયસિંહ જાડેજા, સિક્કા સિમેન્ટના સભ્યો સાથે જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial