Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાઈક ચલાવતા બનેવી અને પાછળ બેસેલા સાળાના મોતઃ
જામનગર તા. ૧૩ઃ કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામના વાડી વિસ્તારમાંથી પસાર થતું એક બાઈક તેના ચાલકના કાબુ બહાર જઈ નજીકમાં આવેલા વીજ થાંભલા સાથે ટકરાઈ પડતા જીવંત વીજવાયરમાંથી પ્રવાહિત થતી વીજળીએ બાઈક ચાલક તથા પાછળ બેસેલા તેમના સાળાનો ભોગ લીધો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામમાં નવાપરા વિસ્તારમાં રહેતા અમરશીભાઈ કાંતિભાઈ ચૌહાણ (ઉ.વ.૪૦) નામના દેવીપૂજક યુવાન ગઈકાલે બપોરે ભોગાતમાં જ રહેતા પોતાના સાળા હરભમભાઈ રામજીભાઈ વાઘેલા સાથે મોટર સાયકલમાં ભોગાતના વાડી વિસ્તારમાંથી જતા હતા.
આ વેળાએ ડ્રાઈવીંગ કરી રહેલા અમરશીભાઈએ કોઈ રીતે બાઈક પરનો કાબૂ ગૂમાવતા તેમનું વાહન ૬૬ કેવીના થાંભલાવાળા ઢાળીયા પાસે ફૂલ સ્પીડમાં આગળ વધ્યું હતું અને જીવંત વીજવાયર સાથે ટકરાઈ પડ્યું હતું.
જીવંત વીજવાયરમાંથી બાઈકમાં જોરદાર શોર્ટ લાગ્યા પછી અમરશીભાઈ તથા હરભમભાઈ ફેંકાઈ ગયા હતા. બંને યુવાનના ગંભીર રીતે દાઝી જવાથી મૃત્યુ નિપજ્યા છે. મૃતક અમરશીભાઈના ભાઈ રમેશભાઈ ચૌહાણે પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial