Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટ-ભાવનગર હાઈ-વે પર જસદણના
રાજકોટ તા. ૧૩ઃ રાજકોટ-ભાવનગર હાઈ-વે પર કારે બાઈકને અડફેટે લેતા મામા અને બે ભાણેજના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ ગંભીર અકસ્માતની ઘટના જસદણના બાખલવડ ગામ નજીક બની હતી. પોલીસ હાલ અકસ્માતની ઘટના અંગે તપાસ કરી રહી છે.
ગુજરાતમાં માર્ગ અકસ્માત અને હિટ એન્ડ રનની ઘટનાઓના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. છાશવારે થતા અકસ્માતના બનાવમાં અનેક લોકો જીવ ગુમાવે છે ત્યારે વધુ એક ભયાનક અકસ્માતની ઘટના જસદણના બાખલવડ ગામ નજીક બની છે જેમાં કારે બાઈકને અડફેટે લેતા મામા અને બે ભાણેજના મોત થયા છે.
રાજ્યમાં હાઈ-વે પર થતા અકસ્માતની સંખ્યામાં દિવસ ને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે રાજકોટ-ભાવનગર હાઈ-વે પર વધુ એક અકસ્માતની ઘટના બની હતી જેમાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ ઘટનાની વિગતો મુજબ રાજકોટ-ભાવનગર હાઈ-વે પર જસદણના બાખલવડ ગામ નજીક મોડી રાત્રે એક કારચાલકે બાઈકને અડફેટે લેતા મામા અને બે ભાણેજના મોત થયા છે. કાર દ્વારા બાઈકને અડફેટે લેતા બાઈક સાથે મામા અને બન્ને ભાણેજ નીચે પટકાયા હતાં, જેમાં મામા અને એક ભાણેજનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય એક ભાણેજને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જેને તાત્કાલિક નજીક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જો કે આજે વહેલી સવારે તેણે પણ સારવાર દરમિયાન જ દમ તોડી દીધો હતો.
હાલ આ ઘટનાની પોલીસ તપાસ કરી રહી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ મૃતક મામાનું નામ અજયભાઈ સદાસિયા ઉમર આશરે ૩૦ વર્ષ જ્યારે બે ભાણેજ કિંજલ રણછોડભાઈ ઓળકિયા ઉંમર વર્ષ આશરે ૮ અને માહી રણછોડભાઈ ઓળકિયા ઉંમર વર્ષ આશરે ૪ જાણવા મળી છે. અકસ્માતની જાણ થતાં જ અજયભાઈ અને બન્ને ભાણેજના પરિવારજનો ઘટના સ્થળે પહોંચી ગયા હતાં, અને આક્રંદ સાથે ગમગીની છવાઈ ગઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial