Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘટના ગંભીર છે, સીસીટીવી ચકાસી ઊંડી તપાસ કરોઃ વિપક્ષ
આણંદ તા. ૧૩ઃ ધોરણ ૧૦ અને ૧ર ની બોર્ડની પરીક્ષાઓ દરમિયાન કરમસદમાં જિલ્લા શિક્ષણાધિકારીની મુલાકાત દરમિયાન જ કોઈ અજાણ્યો શખ્સ બારીમાંથી સામૂહિક ચોરી કરાવતો ઝડપાઈ જતા ખળભળાટ મચી ગયો હતો. તે પછી તમામ સ્ટાફની બદલી કરી પ૦ પરીક્ષાર્થીઓને સસ્પેન્ડ કરી દેવાયા હોવાનું જાણવા મળે છે.
ધોરણ ૧ર ની પરીક્ષા દરમિયાન આણંદમાં કરમસદ પરીક્ષા કેન્દ્રમાં માસ કોપી કેસની ઘટના બહાર આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીની મુલાકાત દરમિયાન સરદાર પટેલ વિદ્યામંદિર સેન્ટરમાં બારીમાંથી કોઈ જવાબ લખાવી રહ્યાનું સામે આવ્યું છે. શિક્ષણ અધિકારીને જોઈ અજાણ્યો યુવક ભાગી જતા જિલ્લા શિક્ષણા અધિકારીએ કાર્યવાહી કરી છે. પરીક્ષા કેન્દ્રના પ૦ વ્યક્તિના સ્ટાફને સામૂહિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આજના પેપરમાં નવા સ્ટાફ સાથે પરીક્ષા શરૂ કરવામાં આવી.
હાલ ધોરણ ૧૦ અને ધોરણ ૧ર ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે તે દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કરમસદની સરદાર વિદ્યામંદિરમાં બારીમાંથી વિદ્યાર્થીને પ્રશ્નોના જવાબ લખાવવામાં આવતા હતાં જેને લઈ ખળભળાટ મચ્યો છે તો બીજી તરફ શિક્ષણ અધિકારી સ્કૂલમાં પહોંચ્યા તે દરમિયાન કોઈ અજાણ્યો વ્યક્તિ શાળામાં ચોરી કરાવતો નજરે પડ્યો તો શિક્ષણ અધિકારીને જોઈને તે ફરાર થઈ ગયો હતો, તો શિક્ષણ અધિકારીએ તમામ સ્ટાફની એકસાથે બદલી કરી છે.
સમગ્ર ઘટનાની જાણ શિક્ષણ વિભાગ ગાંધીનગરને પણ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગના મંત્રી પ્રફુલ પાનસેરિયાનું કહેવું છે કે, આ ઘટનાને લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કેટલા દિવસથી આ રીતની ચોરી થઈ હતી તેનો પણ પ્રાથમિક રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે તો કોણ વિદ્યાર્થીઓને ચોરી કરાવતું હતું તેની પણ તપાસ કરવામાં આવશે તો જે સેન્ટર છે તેની બેદરકારી સામે આવી છે તો સેન્ટરના સંચાલકને પણ બક્ષવામાં આવશે નહીં.
કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીનું કહેવું છે કે, સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ થવી જોઈએ. ફક્ત બદલી કરીને સંતોષ ના માનવો જોઈએ. આ એક ગંભીર ઘટના ગણી શકાય, જો કે કોઈ અજાણ્યો વ્યક્તિ શાળામાં કઈ રીતે પ્રવેશી શકે તે પણ એક સવાલ છે. સીસી ટીવીના આધારે વધુ તપાસ થવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial