Advertisement
Author: નોબત સમાચાર

માખાકરોડમાં સારવાર-નિદાનનો કેમ્પ

કેમ્પમાં ૬૧ દર્દીએ લાભ લીધોઃ માર્ગદર્શન

જામનગર તા. ૧૩: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર, નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી જામનગરના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાના નાના વડાળા દ્વારા માખાકરોડ પ્રાથમિક શાળામાં આયુર્વેદ પદ્ધતિથી સારવાર અને નિદાન કેમ્પનું આયોજન કરાયું હતુ.

કેમ્પમાં દર્દીઓના નિદાન સારવારની સાથે આયુષ પ્રચાર પ્રસાર અર્થે સ્વસ્થતા જાળવણી માટેની પત્રિકા વિતરણ, ઉકાળા વિતરણ, સંશમની વટી તથા દિનચર્યા-ઋતુચર્યા  અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતુ.તથા બાળકોની તપાસ કરી સારવાર અને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.કેમ્પમાં મેડિકલ ઓફિસર દ્વારા તમામ લાભાર્થીઓની આયુર્વેદ પદ્ધતિથી સારવાર કરવામાં આવી હતી તથા ફિમેલ હેલ્થ વર્કર દ્વારા દરેક લાભાર્થીઓનું બ્લડપ્રેશર અને સુગર તપાસ કરી તે વિશે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આયુર્વેદના પ્રચાર પ્રસાર અર્થે દરેક લાભાર્થીઓને સ્વસ્થવૃત, મિલેટ્સ તથા કુપોષણ વિશે સમજ આપતી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કેમ્પનો ૬૧ લાભાર્થીઓએ લાભ લીધો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh