Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરના પીપળીમાં રેતી ભરવાના મુદ્દે પિતા-પુત્રને માર મારી અપમાનિત કરાયા

પીપળીના જ બે શખ્સ સામે નોંધાયો ગુન્હોઃ

જામનગર તા. ૧૩: લાલપુરના પીપળી ગામના બે શખ્સને એક સ્થળેથી રેતી ભરવાની ના પાડવામાં આવતા આ શખ્સોએ ગાળો ભાંડી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

લાલપુર તાલુકાના પીપળી ગામના ધીરજભાઈ ચનાભાઈ મકવાણા નામના આસામી ગઈ તા.૩૧ ઓગસ્ટની રાત્રે પીપળી ગામ પાસે ટ્રેક્ટરમાં મજૂરને સાથે લાવી રેતી ભરી રહેલા પ્રફુલ પૂંજાભાઈ ભરવાડ પાસે ગયા હતા. તેઓએ તથા ચના ભાઈ મકવાણાએ આ જમીન અમારી લીઝની માગણીવાળી છે ત્યાંથી રેતી ન ભરો તેમ કહેતા ઝઘડો થયો હતો.

તે પછી પીપળી ગામના જ જગદીશ પાલાભાઈ ઝાપડા અને પ્રફુલ પૂંજાભાઈ ભરવાડે ગાળો ભાંડી ધીરજભાઈને ફડાકા ઝીંકી દીધા હતા અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી તેમના પિતા ચનાભાઈને પછાડી દીધા હતા. તે પછી મોબાઈલમાં વોટ્સએપ કોલ કરી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપવા ઉપરાંત બંને શખ્સે ઘરે આવીને પગ ભાંગી નાખવાની પણ ધમકી ઠપકારી હતી. લાલપુર પોલીસ મથકમાં ધીરજભાઈએ ફરિયાદ નોંધાવી છે. એએસપી પ્રતિભાના માર્ગદર્શન હેઠળ પીઆઈ કે.એલ. ગરચરે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh