Advertisement
Author: નોબત સમાચાર

આરબીઆઈને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ એલર્ટઃ તત્કાલ તપાસ શરૂ

ગવર્નરને સીધે-સીધો ઈ-મેઈલ કરી દીધોઃ

મુંબઈ તા. ૧૩: આરબીઆઈ ગવર્નરને સીધેસીધો ઈ-મેઈલ મોકલીને આરબીઆઈને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ સતર્ક થઈ ગઈ છે. અને તપાસ પણ શરૂ થઈ ગઈ છે.

દેશભરમાં ધમકીભર્યા કોલ અને ઈ-મેઈલનો સિલસિલો અટકી જ રહ્યો નથી. એરલાઈનસ અને સ્કૂલો પછી હવે આરબીઆઈને ધમકીભર્યો ઈમેઈલ મોકલાયો છે. આ ઈમેલ સીધો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નરના ઈ-મેઈલ પર મોકલવામાં આવ્યો હતો. જેમાં વિસ્ફોટકો દ્વારા બેંકને ઉડાવી નાંખવાની ધમકી આપવામાં આવતી હતી.

પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ધમકીભર્યો ઈ-મેલ રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો હતો. જેની જાણકારી મળતાં જ મુંબઈ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ હતી અને એમ.આર.એ. માર્ગ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધીને ત્વરિત તપાસ શરૂ કરી હતી.

આ પહેલા પણ નવેમ્બરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના કસ્ટમર કેર વિભાગને ધમકીભર્યો ફોન આવ્યો હતો. આ કોલ રિઝર્વ બેંકના કસ્ટમર કેર નંબર પર કરવામાં આવ્યો હતો. ફોન પર તે વ્યક્તિએ કહ્યું હતું કે, 'હું લશ્કર એ તૈયબાનો સીઈઓ છું.' ધમકી આપનાર વ્યક્તિએ પાછળનો રસ્તો બંધ કરો, ઈલેક્ટ્રીક કાર ખરાબ થઈ ગઈ છે. તેમ કહી ફોન કટ કરી દીધો હતો.

આ ઈમેઈલ ગુરુવાર તા.૧૨ ડિસેમ્બરે બપોરના રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ પર મોકલવામાં આવ્યો હતો.

ઈમેઈલ મળ્યા બાદ માતા રમાબાઈ માર્ગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

રશિયન ભાષામાં ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યા બાદ તમામ સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે. એજન્સી હાલમાં એ જાણવાનો પ્રયાસ કરી રહી છે. કોઈએ મશ્કરી કરી છે કે કેમ? પોલીસે આ મામલે તપાસમાં વ્યસ્ત છે અને વીપીએન અને આઈપી એડ્રેસ દ્વારા ઈ-મેઈલ મોકલનારને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ક્રાઈમ બ્રાન્ચ અને નિષ્ણાતો પણ આ કેસની તપાસમાં લાગેલા છે.

મહત્વનું એ છેકે, અગાઉ નવેમ્બર ૨૦૨૪માં પણ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહક સેવા વિભાગને ધમકીભર્યો કોલ આવ્યો હતો. આ કોલમાં વ્યક્તિએ પોતાને લશ્કર-એ-તૈયબાનો સીઈઓ ગણાવ્યો હતો અને બેંકને ધમકી આપી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh