Advertisement
Author: નોબત સમાચાર

દિલ્હીની કેટલીક શાળાઓને બોમ્બથી ઊડાવી દેવાની ફરી ધમકી મળતા દોડધામ

ફોન અને ઈ-મેઈલ દ્વારા ધાકધમકીનો સીલસીલો

નવી દિલ્હી તા. ૧૩: દિલ્હીમાં કેટલીક સ્કૂલોને બોમ્બથી ઊડાવવાની ફરી ધમકી મળી છે. સવારે સાડાચાર વાગ્યે બોમ્બની ધમકીનો પહેલો કોલ આવ્યો હતો. આ પછી શાળાઓને એક ઈમેઈલ મોકલવામાં આવ્યો હતો. ત્યારપછી પોલીસે તપાસ શરૂ કરી છે.

દેશની રાજધાની દિલ્હીની પૂર્વ કૈલાશ ડીપીએસ, સલવાન સ્કૂલ, મોડર્ન સ્કૂલ, કેમ્બ્રિજ સ્કૂલમાં બોમ્બની ધમકી મળી છે. જેમાં સવારે સાડાચાર વાગ્યે બોમ્બની ધમકીનો પહેલો કોલ આવ્યો હતો. આ પછી શાળાઓને એક ઈમેઈલ મોકલવામાં આવ્યો હતો જેમાં તેમને જણાવવામાં આવ્યું હતું કે ત્યાં બોમ્બ મૂકવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં વિસ્ફોટ કરવામાં આવશે. આ પ્રકારની ધમકી મળ્યા પછી તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો, અને દોડધામ મચી ગઈ હતી.

એક શાળાને મળેલા ધમકીભર્યા ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે, તમારી શાળાના પરિસરમાં અનેક વિસ્ફોટકો મૂકવામાં આવ્યા છે, તેમજ તમે શાળામાં પ્રવેશ કરતા તમામ વિદ્યાર્થીઓની બેગની તપાસ કરતા નથી.

આ ધમકી આપવમાં ગુપ્ત ડાર્ક વેબ મેલ અને કેટલાક રેડ રૂમનો ધમકી આપવા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. બોમ્બ ઈમારતોને ઊડાવવા અને લોકોને નુક્સાન પહોંચાડવા શક્તિશાળી છે. ધમકી આપનાર વ્યક્તિએ ઈમેલમાં લખ્યું છે કે, 'અમને જાણવા મળ્યું છે કે શાળામાં શુક્રવાર અને શનિવારે પીટીએમ યોજાવા જઈ રહ્યું છે. આ દરમિયાન વાલીઓ અને શિક્ષકો ઉપરાંત બાળકો પણ હાજર રહેશે. બોમ્બ વિસ્ફોટ માટેની આ સારી તક હશે. ૧૩ મી ડિસેમ્બર ર૦ર૪ અને ૧૪ મી ડિસેમ્બર ર૦ર૪ એ દિવસો હોઈ શકે છે, જ્યારે તમારી શાળાએ બોમ્બ વિસ્ફોટનો સામનો કરવો પડશે.

ધમકીભર્યા ઈમેલમાં લખવામાં આવ્યું છે કે શાળામાં બોમ્બ મૂકવામાં આવ્યા છે અને ૧૩ અને ૧૪ ડિસેમ્બરે બ્લાસ્ટ કરવામાં આવશે. અમારી માંગણીઓ સંદર્ભે આ ઈમલેનો જવાબ આપો, નહીંતર બોમ્બ વિસ્ફોટ કરવામાં આવશે.'

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh