Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાંથી નકલી પાસપોર્ટ કૌભાંડ ઝડપવા એસઓજીની બે મહિનાની મહેનત

પંચાવનથી વધુ નકલી પાસપોર્ટ બનાવી નખાયાઃ

ખંભાળિયા તા. ૧૩: દ્વારકાના કલ્યાણપુરમાં તલાટી મંત્રીની ફરજ બજાવી સસ્પેન્ડ થયેલા અધિકારીએ અન્ય શખ્સો સાથે મળી નકલી પાસપોર્ટ કૌભાંડ રચ્યા પછી તેની વિગતો એસઓજી સુધી પહોંચતા સતત બે મહિના સુધી એસઓજીએ કરેલી મહેનતના અંતે જબરૂ બોગસ પાસપોર્ટ કૌભાંડ ઝડપાયું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં તલાટી મંત્રીની ફરજ બજાવતા હાર્દિક ભીમશી રાવલીયાએ ભાણવડમાં વસવાટ કરતા સસ્પેન્ડેટ તલાટીને નકલી પાસપોર્ટ કૌભાંડમાં દ્વારકા જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયના માર્ગદર્શનમાં એસઓજી પીઆઈ પી.સી. સીંગરખીયા અને તેમની ટીમે પકડી પાડ્યા હતા. તેની ઉડી તપાસમાં અન્ય નવ વ્યક્તિ પણ હાથમાં આવ્યા હતા. તે જુદા જુદા વિસ્તારોમાં રહેતા હોવાનું તપાસમાં ખૂલ્યું છે. તમામ શખ્સો સામે કામગીરી કરાઈ રહી છે. એસઓજીએ બે મહિના સુધી તેની ઉંડી તપાસ કરી હતી.

સસ્પેન્ડેટ તલાટી મંત્રી હાર્દિક ભીમશી રાવલીયા જુદા જુદા એજન્ટો તથા મીડીએટરો આશિષા ઓડેદરા, પ્રતીક ટંડેલ, ભાવેશ પંચાલ, રીકેશભાઈ શાહ, રાયદેભાઈ ઓડેદરા, પીનાકીન રાણા, ભાવેશ કુછડીયા, નીહલ ટંડેલ સહિતના મદદથી એસઓજી તપાસમાં પંચાવન વ્યક્તિઓના બનાવટી ડોક્યુમેન્ટ બનાવી ઓરીજીનલ પ્રમાણપત્રોમાં છેડછાડ કરી ડુપ્લીકેટ ૫૨ વીઝા પાસપોર્ટ સાથે વિદેશોમાં પણ મોકલ્યા હતા. જેમાં કેટલાય વ્યક્તિ પહેલા ત્યાં વીઝા મેળવી ગયા અને હવે ત્યાંના નાગરિકત્વ પણ મેળવી લીધુ છે. આ પ્રકરણમાં એક અન્ય રાજ્યનો મદદગાર હોય તેની પણ તપાસ હાથ ધરાઈ છે. બનાવટી પાસપોર્ટ પર વિદેશ ગયેલાઓને પકડવા માટે પણ કાર્યવાહી હાથ ધરાઈ છે તથા પાસપોર્ટ રદ્દ કરવા માટે ટેકનિકલ ઈન્ટેલીજન્સની પણ મદદ લેવામાં આવી રહી છે. એસપી નિતેશ નિતેશ પાંડેય દ્વારા ઉંડી તપાસ હજુ પણ ચાલુ રાખવામાં આવી રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh