Advertisement
Author: નોબત સમાચાર

ગાંધીનગરના દ્વારેથી

વન નેશન વન ઈલેકશન

નવા સિમાંકન પ્રમાણે લોકસભા ૫૪૩ બેઠકથી વધીને ૮૦૦ ને પાર જશે. ગુજરાત વિધાનસભાના નવા સિમાંકન બાદ ૧૮ થી વધીને ર૩૦ ને પાર જશે.

ઊંઝા એપીએમસીમાં બધા જ સચવાઈ ગયા

ભાજપે મેન્ડેટ જાહેર કરી તમામ જુથોને ખુશ કરી દીધા હોવાનું ઊંઝા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં જોવા મળ્યું છે.

એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસી ચૂંટણીમાં ભારે જંગ વચ્ચે ભાજપે બધા જ જુથોને સાચવી લીધા છે. ધારાસભ્ય કે.કે. પટેલ અને પૂર્વ ચેરમેન દિનેશ પટેલ જુથને સાચવી લેવાયા છે. સોમવારે ૧૬-ડિસેમ્બરે ચૂંટણી યોજાશે.

સંગઠન પર્વના નિયમોનું શિર્ષાસન

ભાજપ સંગઠન પર્વની ગતિવિધિ ધીમી પડી ગઈ છે. કારણ કે, જે નિયમો કાર્યકરો પર ઠોકી બેસાડવામાં આવ્યા છે. તેથી નારાજગી વધી ગઈ છે. તેથી અન્ય પક્ષના આંગળીયાતોને પ્રમુખ બનાવવાની નોબત આવી છે. સરકાર પણ કોંગ્રેસ મુક્ત નથી રહી ત્યારે પ્રદેશ પ્રમુખ, વિસ્તરણ, બોર્ડ નિગમ જેવા પ્રશ્નો હજુ પણ અનિર્ણિત છે, અને નકલીની બોલબાલા, કૌભાંડ બધા જ ક્ષેત્રે માજા મૂકી છે. સરકારે બે વર્ષ પૂરા કર્યા તેની સાથે વિકાસની સાથે-સાથે તેની લીટી પણ લાંબી-લચ થઈ રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh