Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાની કિંમતી સરકારી જમીન પચાવી પાડવાના કારસામાં રિમાન્ડ મંજૂર

ત્રણ આરોપીની પોલીસ દ્વારા ઘનિષ્ઠ પૂછપરછઃ

ખંભાળિયા તા. ૧૩: ખંભાળિયામાં આવેલી કિંમતી સરકારી જમીન પચાવી પાડવા માટે કાવતરૂ રચી બોગસ દસ્તાવેજો ઉભા કરવા અંગે પાંચ સામે પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. આ ગુન્હાના બે આરોપીના અવસાન થયા છે. બાકીના ત્રણની પોલીસે ધરપકડ કરી છે. તેઓના કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ખંભાળિયામાં ખામનાથ મંદિર નજીક પુલ પાસે આવેલા સંતોષી માતાના મંદિર તરફના રસ્તા પરની સરકારી જમીન પચાવી પાડવા માટે પાંચ વ્યક્તિએ કારસો રચ્યાની મંદિરના પૂજારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા પછી પોલીસે મૃતક ખતીજાબેન ખફી, ગુલ મામદ સુલેમાન ખફી તેમજ અબ્બાસ ઉમર ખીરા સહિતના પાંચ સામે ગુન્હો નોંધ્યો હતો.

રાજાશાહી સમયની આ જમીનના બનાવટી કાગળો તૈયાર કરાવી આ કિંમતી જમીનનો વેચાણ દસ્તાવેજ પણ બનાવી લેવાયો હતો. આ ગુન્હાના આરોપી અબ્બાસ ઉમર ખીરા, હનીફ સુલેમાન ખફી, ગફાર સુલેમાન ખફીની પોલીસે ધરપકડ કરી ગઈકાલે રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા.

આ આરોપીઓને અદાલતે એક દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે. પોલીસે આ ગુન્હામાં અન્ય કોઈ આરોપીઓની સંડોવણી છે કે કેમ? તે અંગે પૂછપરછ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh