Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પુષ્પા-૨ ના પ્રિમિયરમાં મહિલાના મૃત્યુ સંદર્ભે
નવી દિલ્હી તા. ૧૩: પુષ્પા ૨ ફિલ્મની સ્ક્રીનિંગમાં મચેલી નાસભાગ મામલે જાણીતા અભિનેતા અલ્લુ અર્જુનની પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવાયો છે. આ ઘટનામાં એક મહિલા ચાહકનું મોત નિપજ્યું હતું. આ મામલે કેસ રદ્દ કરાવવા અલ્લુ અર્જુને કોર્ટમાં અપીલ પણ કરી હતી. હવે હૈદરાબાદ પોલીસે પૂછપરછ હાથ ધરવા ધરપકડ કરી છે.
અભિનેતા અલ્લુ અર્જુનની હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી છે. ફિલ્મ પુષ્પા ૨ ના પ્રિમિયર શો વખતે નાસભાગ મચી હતી. જેમાં એક મહિલાનું મોત થયું હતું. આ મામલે હૈદરાબાદ પોલીસે અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ કરી છે.
કેસની વિગત એવી છે કે, હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં સાઉથના સુપરસ્ટાર અને પુષ્પા - ૨ ના એક્ટર અલ્લુ અર્જુન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે તેની ધરપકડ કરી છે. ૪ ડિસેમ્બરે ફિલ્મની સ્ક્રીનિંગ દરમ્યાન થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં ૩૫ વર્ષની એક મહિલાનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા. પોલીસે આ ઘટના માટે અલ્લુ અર્જુન અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ નોંધ્યો હતો. પોલીસે આ કેસમાં થિયેટર માલિક સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial