Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રદેશ ભાજપના સંગઠનમાં પણ થઈ શકે છેે બદલાવ...
અમદાવાદ તા. ૧૩: ડિસેમબરના અંત સુધીમાં અથવા નાતાલના તહેવારો પહેલા જ ગુજરાતના પ્રદેશ ભાજપના સંગઠન ઉપરાંત રાજ્ય સરકારમાં પણ મોટા ફેરફારો થઈ શકે છે. અંતરંગ વર્તુળોમાં થઈ રહેલી ચર્ચા તથા મીડિયામાં થતી ચર્ચા મુજબ પટેલ મંત્રીમંડળનું વિસ્તરણ હવે ટૂંક સમયમાં થઈશકે છે.
તાજેતરની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે મંત્રીમંડળનું વિસ્તરણ ઝડપથી કરશે, તેવી ચર્ચા સચિવાલયના વર્તુળોમાં સાંભળવા મળી રહી હતી. એવું કહેવાય છે કે એકાદ અઠવાડિયામાં રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ થશે, અને તે પછી ટોપ-ટુ-બોટમ ભાજપના પ્રદેશ સંગઠનમાં પણ મોટા ફેરફારો થશે. આ પ્રકારની હિલચાલ પણ જોવા મળી રહી છે.
ભૂપેન્દ્ર પટેલ પોતાના મુખ્યમંત્રી તરીકેની સત્તાઓ વાપરીને ('ઉપર'ના ઈશારે) ચાર-પાંચ વર્તમાન મંત્રીઓને પડતા મૂકે અને તેના સ્થાને અર્જુન મોઢવાડિયા સહિતના ધારાસભ્યોને મંત્રીમંડળમાં સમાવાય, તેવી જોરદાર સંભાવનાઓ જણાવાઈ રહી છે. આ પ્રકારની અટકળોને સમર્થન એટલા માટે પણ મળી રહ્યું છે કે, ભાજપના કેટલાક ધારાસભ્યોએ મંત્રીપદ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા હોય તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. એટલું જ નહીં, ભાજપના કેટલાક મંત્રીઓ સહિત પ્રભાવશાળી અને સિનિયર નેતાઓનો ગૂપચૂપ ગયા સપ્તાહમાં જ દિલ્હીમાં આંટાફેરા કરતા જોવા મળ્યા હોવાના અહેવાલો વહેતા થયા હતાં. હવે જોવાનું એ રહે છે કે 'નબળી' કામગીરીના કારણે (કે નામે?) કોપણ કોણ કદણ પડતું મૂકાય છે તેના સ્થાને કોણ કોણ લેવાય છે, અને તેમાંથી તાજેતરમાં જ પક્ષપલટો કરીને આવેલા ક્યા ક્યા ધારાસભ્યો છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial