Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લેન્સેટ પ્લેનેટ હેલ્થમાં પ્રકાશિત થયો ભયજનક અહેવાલ... સાવધાન...
નવી દિલ્હી તા. ૧૩: દેશમાં એક પણ ભારતીયને શુદ્ધ હવા મળતી નથી. ભારતમાં પ્રદૂષણની સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાનો ડરામણો અહેવાલ લેન્સેટ પ્લેનેટ હેલ્થમાં પ્રકાશિત થયો છે. જેમાં જણાવાયું છે કે, દર વર્ષે ભારતમાં ૧પ લાખ લોકો પ્રદૂષણને કારણે મૃત્યુ પામે છે.
લેન્સેટ પ્લેનેટ હેલ્થમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ કોઈપણ ભારતીયને શુદ્ધ હવા મળતી નથી. આ સિવાય દર વર્ષે ૧પ લાખ લોકો પ્રદૂષણને કારણે મૃત્યુ પામે છે.
તાજેતરમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે. ભારતમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા નિર્ધારિત ધોરણો કરતા વધુ પ્રદૂષણ છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકોના સ્વાસ્થ્યને અસર થઈ રહી છે.
અભ્યાસ મુજબ ભારતની ૮૧.૯ ટકા વસતિ એવા વિસ્તારોમાં રહે છે જ્યાં હવાની ગુણવત્તા ઘણી નબળી છે. આ ગુણવતા પણ પીએમ ર.પ બાય ૪૦ ના રાષ્ટ્રીય સ્તરના ધોરણ કરતા વધુ છે. ડબલ્યુએચઓ એ પીએમ ર.પ માટે પ ધોરણ નક્કી કર્યું છે.
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જો હવાની ગુણવત્તા આ ધોરણોને પૂર્ણ કરે તો પણ વાયુ પ્રદૂષણના કોનિક એક્સપેઝર સાથે સકળાયેલ૦.૩ મિલિયન મૃત્યુ થશે. આ અભ્યાસમાં સામેલ ડો. દોરાઈરાજ પ્રભાકરને કહ્યું કે આ સ્વાસ્થ્ય પર વાયુ પ્રદૂષણની ખતરનાક અસરો દર્શાવે છે. આ અંગે આપણે કડક પગલાં ભરવાની જરૂર છે. આ ઉપરાંત પ્રદૂષણના કારણોને કાબૂમાં લેવાની જરૂર છે. પછી તે બાંધકામ હોય, વાહનનું પ્રદૂષણ હોય કે કસ્ટબલ સળગાવવાનું હોય, આ માટે આપણે પગલાં લેવા પડશે.
તેમણે કહ્યું કે જો આપણે વાયુ પ્રદૂષણ ઘટાડવામાં સક્ષમ છીએ, તો તેનાથી મૃત્યુની સંખ્યામાં ઘટાડો થશે. વાયુ પ્રદૂષણ ખાસ કરીને શ્વસનતંત્રને અસર કરે છે. આ સિવાય તે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ પણ વધારે છે. તેનાથી બ્લડ પ્રેશરનું જોખમ વધે છે અને બાળકોના વિકાસમાં પણ વિલંબ થાય છે. આ અભ્યાસમાં ભારતમાં પ્રદૂષણનું સ્તર ર૦૧૯ માં અરૂણાચલ પ્રદેશમાં સૌથી ઓછું ૧૧.ર અને ગાઝિયાબાદ અને દિલ્હીમાં ર૦૧૬ માં ૧૧.૯ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial