Advertisement
Author: નોબત સમાચાર

મહારાષ્ટ્રમાં મહાયુતિ મંત્રીમંડળનું આવતીકાલે થશે વિસ્તરણઃ ૩પ મંત્રીઓને લેવડાવાશે શપથ

આજે સાંજ સુધીમાં વિધિવત્ જાહેરાતની શક્યતાઃ

મુંબઈ તા. ૧૩: મહારાષ્ટ્રમાં આવતીકાલે મહાયુતિ મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને ૩પ મંત્રીઓ શપથ લઈ શકે છે તેમ જાણવા મળી રહ્યું છે.

મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારની કેબિનેટનો શપથ ગ્રહણ સમારોહ કાલે બપોરે ૧ર વાગ્યે રાજભવનમાં યોજાશે. જેમાં ૩પ પ્રધાનો શપથ લેવાના છે.

સૂત્રોએ જણાવ્યું છે કે, કેબિનેટ વિસ્તરણમાં અજિત પવારની માગણીને મંજુરી આપવામાં આવીછે. એક અગ્રણી દૈનિકે આપેલી માહિતી અનુસાર એવું માનવામાં આવે છે કે મહાયુતિની ફોર્મ્યુલા ર૦-૧૦-૧૦ ની રહેશે. કેબિનેટનું વિસ્તરણ શિયાળુ સત્ર પહેલા થશે એવું મુખ્યપ્રધાન ફડણવીસે વિધાનસભાના વિશેષ સત્રના છેલ્લા દિવસે કહ્યું હ તું. ભાજપ પાસે સૌથી વધુ વિધાનસભ્યો હોવાને કારણે તેઓનો હાથ ઉપર રહેશે.

જાણવા મળ્યું છે કે ત્રણેય પક્ષોના મળીને ૩પ પ્રધાનો ૧૪ ડિસેમ્બરે બપોરે ૧ર વાગ્યે શપથ લેશે. કેબિનેટ વિસ્તરણને લઈને ભાજપનો જ દબદબોરહેશે તેવા સંકેતો મળી રહ્યા છે. ભાજપ પાસે સૌથી વધુ ર૦ ખાતા હોવાની શક્યતા છે, જ્યારે એકનાથ શિંદે અને અજિત પવારને ૧૦-૧૦ ખાતા મળશે. આ અંગેની વિધિવત્ અને વિસ્તૃત જાહેરાત આજે સાંજ સુધીમાં થઈ શકે છે.

દેવેન્દ્ર ફડણવીસ અને અમિત શાહ વચ્ચે દિલ્હીમાં થયેલી ચર્ચામાંથી કેટલાક મહત્ત્વના મુદ્દાઓ બહાર આવી રહ્યા છે. ગૃહ અને નાણા જેવા મહત્ત્વના ખાતા ભાજપ પાસે જ રહેશે. શિવસેનાને નગર વિકાસ ખાતું મળશે તેવું અનુમાન છે. એનસીપી (અજિત પવાર જુથ) ને મહેસુલ ખાતું મળી શકે છે.

એવુંકહેવામાં આવી રહ્યું છે કે ભાજપ જાહેર બાંધકામ ખાતું અન્ય પક્ષને સોંપવા માટે તૈયાર થઈ ગયો છે. મુંબઈમાં મહાયુતિની બેઠક પછી કેબિનેટ વિસ્તરણને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર શુક્રવારે સાંજે આ બેઠક યોજાય તેવી શક્યતા છે. નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્યપ્રધા અજિત પવાર સાથેની અંતિમ બેઠક પછી ફોર્મ્યુલા ફાઈનલ કરાશે અને સાંજ સુધીમાં તેનું એલાન કરી દેવામાં આવશે.

દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર હાલમાં દિલ્હીમાં છે. દેવેન્દ્ર ફડણવીસ ભાજપના વરિષ્ઠ નેતાઓને મળવા માટે દિલ્હી પોહોંચી ગયા છે. તાજેતરમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતાં. આ પહેલા બુધવારે તેમણે અમિત શાહ અને જે.પી. નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં મહારાષ્ટ્રમાં ખાતાની ફાળવણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના ઘટનાક્રમ પર દિલ્હીની બાજનજર હોવાથી જે કાંઈ નિર્ણય લેવાશે, તે ઉચ્ચકક્ષાએથી જ લેવાશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh