Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પીએમજેવાય યોજના હેઠળ સારવાર લેવા અંગે
જામનગર તા. ૧૩: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કરોડો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેના અનુસંધાને જામનગરની ખાનગી હોસ્પિટલોમાં પણ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર-નાણાંની વસુલાત વગેરે બાબતો અંગે તપાસ કરી યોગ્ય પગલાં લેવા જામનગર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ વશરામભાઈ રાઠોડે જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી રજુઆત કરી છે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની સિધી દેખરેખ રાખી શકે તેવા કોઈ ઈમાનદાર નોડલ ઓફિસરની નિમણુંક કરવામાં આવે અને આવી કોઈ નિમણુંક હોઈ તો તેમની ઉપર આપની કક્ષાએથી યોગ્ય ધ્યાન આપવામાં આવે, કારણ કે જામનગર જિલ્લામાં આરોગ્ય માટે આર્થિક સહાયની આ યોજનાના જરૂરિયાત વાળા ઘણાં બધા પરિવારો છે ઉપરથી જામનગર જિલ્લામાં મહાકાય કંપનીઓ અને ઉદ્યોગો હોવાના કારણે પરપ્રાંતીય મજુરો, ગરીબ તથા મધ્યવર્ગના પરિવારો પોતાના દર્દીની ઉચ્ચ સારવારની જરૂરિયાત મુજબ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લાભ લેતા હોઈ ત્યારે આ યોજના હેઠળ આવતી હોસ્પિટલનું મેનેજમેન્ટ પોતાની ફરજ મુજબ યોગ્ય નિષ્ઠાથી કરે તે માટે અને દર્દીની યોગ્ય સારવાર જલ્દીથી થઈ શકે તે માટે પ્રમાણિક નોડલ ઓફિસર રાખવા જરૂરી છે તેમજ સ્થાનિક તંત્ર પણ આ યોજના હેઠળ આવતી તમામ હોસ્પિટલનું ઓડીટ કરે તેથી ભવિષ્યમાં ખ્યાતિકાંડ જેવી ઘટનાનું જામનગરમાં પુનરાવર્તન ન થાય.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial