Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ટ્રેન હડફેટે ચઢી જતાં ચાર ઢોરના મૃત્યુથી અરેરાટી

રેલવેના પાટા પર જતા અટકાવવા જરૂરીઃ

જામનગર તા. ૧૩: જામનગરમાં રેલવે લાઈન ઉપર હરતા ફરતા ઢોર આવી ચઢતા હોવાથી ટ્રેન હડફેટે આવી જવાથી ઢોરના મૃત્યુ થઈ રહ્યા છે. ગત્ રાત્રે પણ ચાર ઢોરના ટ્રેન હડફેટે ચઢી જવાથી મૃત્યુના બનાવ બનતા જીવદયા પ્રેમીઓમાં ચિંતાની લાગણી જન્મી છે. જામનગરના ધરારનગર વિસ્તારમાંથી પસાર થતી ટ્રેન હડફેટે બે ગાય અને બે ખુટિયાના કપાઈ જવાથી મૃત્યુ થયા હતાં.

જામનગરથી ખંભાળિયા તરફ જવા રવાના થયેલ ટ્રેન હડફેટે આ બનાવ બન્યો હતો. રેલવે તંત્ર દ્વારા ચારેય ઢોરના મૃતદેહો પાટા ઉપરથી દૂર કરવામાં આવ્યા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, રેલવે ટ્રેક ઉપર ઢોર આવી ચઢવાના બનાવો અવારનવાર બનતા રહે છે. હકીકતે ઢોર માલિકોએ પોતાના ઢોર રેલવે ટ્રેક તરફ જાય નહીં તે બાબતે કાળજી રાખવી જોઈએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh