Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર અંગે પીએમને આવેદનઃ
જામનગર તા. ૧૩: જામનગરના પુષ્ટિ સંપ્રદાય, મોટી હવેલી ટ્રસ્ટના પ્રમુખ વજુભાઈ પાબારી તથા નલિનભાઈ રાજાણીએ સંસ્થા વતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સંબોધિત આવેદનપત્ર જિલ્લા કલેકટરને સુપરત કરી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે ચિંતા વ્યકત કરી બાંગ્લાદેશનાં હિન્દુઓની સુરક્ષા માટે કાર્યવાહી કરવા માંગણી કરી છે.
આ આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારથી જામનગરના લોકો વ્યથિત છે. હિન્દુ મંદિરો અને હિન્દુઓના ઘરો પર હુમલા થઈ રહ્યા છે. આપણા પાડોશી દેશમાં અલ્પસંખ્યકોને આ પ્રકારની પીડા સહન કરવી પડી રહી છે. હિન્દુઓના મૌલિક અધિકારોની હત્યા થઈ રહી છે. કેટલીક એવી ઘટના બની છે જેના પરથી જણાય છે કે બાંગ્લાદેશમાં બંધારણનું ગળુ દબાવવામાં આવી રહ્યું છે.
બાંગ્લાદેશમાં મંદિરો પર હુમલા થયા તેમાં તોડફોડ, મૂર્તિઓનું અપમાન, આગ લગાડવી, વગેરે થઈ રહ્યા છે. ૫૧ ટકા હિંસા મંદિર પર થઈ છે. ૬૯ મંદિરોમાં પૂજા સમયે જ હુમલા થયા છે.
હિન્દુઓના ઘરો પર હુમલા કરી અનેક લોકોની હત્યા કરવામાં આવી છે, તેમની સંપત્તિની લૂંટ કરવામાં આવી છે. ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવે છે.
બાંગ્લાદેશની સરકાર આ ઘટનાઓને રોકવામાં નિષ્ફળ રહી છે. પિડીતોને ન્યાય મળતો નથી.
આ તમામ બાબતોને ગંભીરતા પૂર્વક ધ્યાને લઈને બાંગ્લાદેશની સરકારને એક કડક સંદેશ આપવા માંગણી છે. બાંગ્લાદેશ સરકાર તાકિદે હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને રોકે અને દોષિતો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરે. ભારત સરકાર તાકિદે બાંગ્લાદેશ સરકાર ઉપર દબાણ લાવે જેથી હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચીત થાય. આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા પણ બાંગ્લાદેશમાં માનવ અધિકારોની સ્થિતિમાં સુધારો થાય તે અંગે ધ્યાન આપે. સંત ચિન્મય કૃષ્ણદાસજીને સત્વરે મુકત કરવાના પ્રયાસો કરવા પણ માંગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial