Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા આંકડા જાહેરઃ
નવી દિલ્હી તા. ૧૩: રાજયસભામાં માર્ગ પરિવહનમાં મંત્રાલયે ગત વર્ષના આંકડા જાહેર કર્યા છે. જેમાં ચાર વર્ષના સરેરાશ આંકડા જોઈએ તો ૩૦ હજાર રોડ અકસ્માત શિયાળામાં ધુમ્મસના કારણે થાય છે. રાજ્યસભામાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે દર વર્ષે દેશમાં શિયાળામાં પડતી ધુમ્મસના કારણે કેટલી દુર્ઘટનાઓ બને છે, જેના જવાબમાં આ આંકડા આપવામાં આવ્યા.
માર્ગ પરિવાહન મંત્રાલયે જણાવ્યું કે, વર્ષ ૨૦૧૯માં ધુમ્મસના કારણે ૩૫,૬૦૨ રોડ અકસ્માત થયા, ત્યારે વર્ષ ૨૦૨૦માં ૨૬,૫૪૧ દુર્ઘટનાઓ નોંધાઈ, વર્ષ ૨૦૨૧માં ૨૮,૯૩૪ દુર્ઘટનાઓ બની, તો વર્ષ ૨૦૨૨માં ધુમ્મસના કારણે ૩૪,૨૬૨ રોડ અકસ્માત સર્જાયા.
માર્ગ પરિવહન મંત્રાલયે જણાવ્યું કે, ધુમ્મસમાં થનારા અકસ્માત રોકવા માટે નેશનલ હાઈ-વે ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં આ વર્ષની શરૂઆતમાં કેટલાક દિશા નિર્દેશ પણ જાહેર કરાયા છે. જેમાં ધુમ્મસ દરમિયાન વાહનની સ્પીડ ઓછી કરવી, રોડ પર એવી પટ્ટીઓ લગાવવી જેનાથી ધુમ્મસ દરમિયાન પણ ચાલકને રોડનો અંદાજ રહે. રોડ પર ક્રેશ બેરિયર લગાવવા, સેફટી સાઈન બોર્ડ લગાવવા, સાથે જ ટ્રક અને બસથી ડાબી જગ્યા પર સંપૂર્ણ પ્રકાર રાખવો જેનાથી કેટલાક પગલા ભરી શકાય.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial