Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને આવતીકાલે
ખંભાળિયા તા. ૧૩: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને આવતીકાલે 'વંચિતો વિકાસની વાટે' કાર્યક્રમ યોજશે, જેમાં ૧૯ જિલ્લાઓના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અંતર્ગતની યોજનાઓના લાભાર્થીઓને લોન/સહાય વિતરણ કરવામાં આવશે.
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના વિકસતી જાતિ કલ્યાણ અને સમાજ સુરક્ષા પ્રભાગ તેમજ સંલગ્ન નિગમોની યોજનાઓના સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાત ઝોનના ૧૯ જિલ્લાઓના લાભાર્થીઓને લોન/સહાય વિતરણ સકારોહ ખંભાળિયામાં તા. ૧૪-૧રના યોજાશે. આ 'વંચિતો વિકમાસની વાટે' કાર્યક્રમ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને તથા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તથા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમારની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનાર છે.
આ કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના સંખ્યાબંધ લાભાર્થીઓને લોન/સહાય વિતરિત કરવામાં આવશે. ઉપરાંત સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરતા આંગણવાડી કાર્યકર, તેડાગર અને મુખ્ય સેવિકાને એનાયત કરવામાં આવતા 'માતા યશોદા એવોર્ડ' એનાયત કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial