Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડાયરીમાં પાકિસ્તાનના ફોન નંબરો મળ્યાઃ પેનડ્રાઈવ-હાર્ડડિસ્ક જપ્ત
નવી દિલ્હી તા. ૧૩: કેન્દ્રિય તપાસ એજન્સી એનઆઈએ એ જૈશ-એ-મોહમ્મદ પર ગાળિયો કસ્યો છે, અને ગુજરાત સહિત આઠ રાજ્યોમાં ૧૯ સ્થળો પર દરોડા પાડ્યા છે. આ દરમિયાન ડાયરીમાં પાકિસ્તાની નંબરો મળ્યા છે, તે ઉપરાંત ધાર્મિક પુસ્તકો, ઘણી પેનડ્રાઈવ અને હાર્ડડિસ્ક પણ જપ્ત કરવામાં આવી છે.
જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી ષડ્યંત્ર કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) ની ટીમે ૧ર ડિસેમ્બરે દેશના ૮ રાજ્યોમાં ૧૯ સ્થળો પર દરોડા પાડ્યા હતાં. તેમાં આસામ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન અને ગુજરાતમાં ઘણાં સ્થળોએ હાથ ધરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન ઘણાં વાંધાજનક દસ્તાવેજો, મોબાઈલ ફોન, પેન ડ્રાઈવ, સીડી, હાર્ડ ડિસ્ક વગેરે સહિત ઈલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા હતાં. જૈશ-એ-મોહમ્મદના શંકાસ્પદ શેખ સુલતાન સલાહુદ્દીન અયુબી ઉર્ફે અયુબીની નજીકનો લોકોના સ્થળો પર સર્ચ કરવામાં આવ્યું હતું.
આ મામલામાં અયુબીની ધરપકડ થઈ ચૂકી છે. ઓક્ટોબર ર૦ર૪ માં જૈશ સાથે સંબંધિત પ્રચાર સામગ્રી અને આતંકવાદી સંગઠનથી પ્રેરિત યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને સંગઠનમાં તેમની ભરતીકરવાના આરોપમાં તેની ધરપકડ કરવામાં કરવામાં આવી હતી. આ કેસમાં છત્રપતિ સંભાજી નગરના એક મૌલવીની સંડોવણી હતી, જેની પૂછપરછ કરવામાં આવી છે, અને અમરાવતીના ર૬ વર્ષના યુવકની સાથે ભિવંડીના ૪પ વર્ષના યુવકની પણ પૂછપરછ કરવામાં આવી છે.
એનઆઈએ અધિકારીઓએ અમરાવતીના મોહમ્મદ મુસીબ શેખ ઈસા (ઉ.વ. ર૬) ના ઘરે ગઈકાલે સવારે ૩-૩૦ વાગ્યે સર્ચ શરૂ કર્યું હતું, જ્યારે એનઆઈએની ટીમ પહોંચી ત્યારે ઈસાના પરિવારે અડધા કલાક સુધી દરવાજો ખોલ્યો ન હતો.આ પછી મોહમ્મદ મુસીબને પૂછપરછ માટે લેવામાં આવ્યો હતો.
મુસબની માતાએ કહ્યું કે તેનો પુત્ર બીમાર હતો. સર્ચ દરમિયાન તમામ પુસ્તકો, પુસ્તકો અને ડાયરીઓની તલાશી લેવામાં આવી હતી, જેમાં કેટલાક પાકિસ્તાની નંબરો મળી આવ્યા હતાં. જે ડાયરીમાં પાકિસ્તાની નંબર મળ્યો તે કોઈ સંબંધીની છે. એનઆઈએના અધિકારીઓ ડાયરી પોતાની સાથે લઈ ગયા છે.
મુસીબની માતાએ વધુમાં જણાવ્યું કે તેનો પુત્ર છેલ્લા કેટલાક મહિનાઓથી પરફ્યુમનો ધંધો કરી રહ્યો હતો, જ્યારે મુસીબના પિતા સાઈકલ રિક્ષા ડ્રાઈવર તરીકે કામ કરે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભિવંડીના ખાડીપર વિસ્તારમાં કામરાન અંસારીના ઘરે (ઉ.વ. ૪પ) પહોંચ્યા હતાં. અનેતેના ઘરની તલાશી લીધી હતી અને તેના ઘરેથી તેનું લેપટોપ અને કેટલાક દસ્તાવેજો જપ્ત કર્યા હતાં.
અંસારીના પડોશીઓએ જણાવ્યું કે તે માલેગાંવનો રહેવાસી છે અને સ્વભાવે ખૂબ જ ધાર્મિક છે. તે વ્યવસાયે એન્જિનિયરછે. એનઆઈએ અધિકારીઓએ અંસારીને પૂછપરછ માટે કસ્ટડીમાં પણ લીધો હતો.
ગલપારા (આસામ), ઔરંગાબાદ, મુંબઈ, અમરાવતી (એમએચ), ઝાંસી, બરેલી, દેવબંધ, સહારનપુર (યુપી), સીતામઢી (બિહાર), હુગલી (પશ્ચિમ બંગાળ), બારામુલ્લા, રિયાસી, બડગામ, અનંતનાગ (જમ્મુ અને કાશ્મીર), ડુગરપુર (રાજસ્થાન) અને મહેસાણા (ગુજરાત) નો સમાવેશ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial