Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા પાલિકા દ્વારા ભંગાર તથા ભંગાર સ્થિતિના વાહનોની જાહેર હરાજી

રૂપિયા ૨૫ લાખની માતબર રકમની આવક થઈ

ખંભાળીયા તા. ૧૩: ખંભાળિયા નગરપાલિકાના ભંગાર તથા ભંગાર જેવી હાલતમાં વાહનો જે વર્ષોથી ભંગાર પડયા હતા તેની જાહેર હરાજીમાં ૨૫ લાખ જેવી રકમ ઉપજતાં પાલિકાની આર્થિક નબળી સ્થિતિમાં મોટી રકમ મદદરૂપ થશે.

પાલિકા ચીફ ઓફિસર રાહુલભાઈ કરમૂર તથા પાલિકા ઈજનેરો દ્વારા કામગીરી કરવામાં આવી હતી તથા પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણીની ટીમ સાથે રહી હતી.

વાહનો જેમ કે જેસી.બી. લોડર ટ્રેકટર, ટ્રેલર, રિક્ષા, રિક્ષા છકડા, ઈલેકટ્રીક સામાન, લોખંડ ભંગાર અને ૧૯ જેટલા વાહનો હતા. જે ભંગાર હાલતમાં વર્ષોથી પડેલા હતા. આ હરાજીમાં મોટાપ્રમાણમાં ભંગાર હોય અને વાહનો હોય  ૫૫ થી વધુ લોકો હરાજીની બોલીમાં જોડાયા હતાં. અપસેટ પ્રાઈઝથી ડબલથી વધુ રકમો એક એક સાધનની આવ્યાનું ચીફ ઓફિસર રાહુલભાઈ કરમૂર તથા ઈજનેર નંદાણીયાએ જણાવ્યું હતું.

સવારથી શરૂ થયેલ જાહેર હરાજીની પ્રક્રિયા છેક સાંજ સુધી ચાલી હતી. રોજકામ પણ કરવામાં આવ્યું હતું. વર્ષોથી પાલિકાના શોપીંગ સેન્ટર પાછળની જગ્યા ભંગાર માટે વપરાતી હતી તે પણ ખુલી થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh