Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એડવોકેટે આરટીઆઈમાં માંગી વિગતોઃ
જામનગર તા. ૧૩: જામ્યુકોની લગ્ન નોંધણીની શાખામાં ફરજ બજાવતા એક કર્મચારીએ નોંધણી અંગેનું ફોર્મ રજીસ્ટ્રારને આપતા પહેલાં પોતાને બતાવવાનો આગ્રહ રાખી એક એડવોકેટ સાથે આવો પ્રોટોકોલ છે તેવી શેખી મારતા એડવોકેટે તે મુદ્દે મ્યુનિ. કમિશનરને રજૂઆત કરી માહિતી અધિકારના કાયદા હેઠળ આ કર્મચારીને તેની મૂળ શાખામાંથી અહીં કેમ મૂકવામાં આવ્યો તેની વિગત માંગી છે.
જામનગર મહાનગર પાલિકાની કચેરીમાં આવેલી લગ્ન નોંધણીની શાખામાં એક નવદંપતીને સાથે રાખી નગરના ધારાશાસ્ત્રી લગ્નની નોંધણી કરાવવા માટે ગયા ત્યારે આ ઓફિસમાં મુકવામાં આવેલા અન્ય શાખાના એક કર્મચારીએ તે ફોર્મ ભર્યા પછી મને બતાવવાનું છે અને પછી સહીઓ કરાવવાની છે તેવો પ્રોટોકોલ હોવાનું કહ્યું હતું.
તેની સામે ધારાશાસ્ત્રીએ માહિતીના અધિકારના કાયદા હેઠળ વિગતો માંગી આવો ક્યો પ્રોટોકોલ અમલમાં છે તેની વિગતો માંગવા ઉપરાંત મ્યુનિ. કમિશનરને તે બાબતની રજૂઆત કરી જણાવ્યું છે કે, આ શાખામાં ફરજ બજાવતા ઉપરોક્ત કર્મચારીએ એડવોકેટ હોવા છતાં તેઓની સાથે આ પ્રકારનું વર્તન કર્યું છે. ત્યારે સામાન્ય દરજ્જાના વ્યક્તિ સાથે કેવું વર્તન કરવામાં આવતું હશે? આ કર્મચારી સામે પગલાં ભરવાની માગણી કરાઈ છે.
પોતે રજિસ્ટ્રાર ન હોવા છતાં આ કર્મચારીએ સહી કરાવતા પહેલાં મને ફોર્મ બતાવવાનું છે તેવો નિયમ છે તેમ કહી શેખી હાંકી હોય તે કર્મચારીને મહાનગરપાલિકાની જે શાખામાંથી આ શાખામાં ફરજ માટે મુકવામાં આવ્યા છે ત્યાંથી તેને ચાર્જ મુક્તિ આપી તેની શાખામાં પરત મુકવાની પણ માગણી આ એડવોકેટે રજૂ કરી છે.
માહિતી અધિકારના કાયદા હેઠળ આ એડવોકેટે વિગત માંગી છે કે આ કર્મચારીએ તેની શાખામાંથી ઉપરોક્ત શાખામાં મૂકવા અંગે વહીવટી હુકમ થયો હોય તો તે હુકમની પ્રમાણિત નકલ પણ આપવી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial