Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માનહાનીના દાવા માટે તજવીજઃ
જામનગર તા. ૧૩: જામનગરના ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ જ્ઞાતિ ટ્રસ્ટની દયાશંકર બ્રહ્મપુરીના પ્રમુખ તેમજ કારોબારી સદસ્યોની બદનામી થાય તે પ્રકારનું વર્તન કરતા અને બદનક્ષીજનક પત્રીકા છપાવી તેનું વિતરણ કરતા છ જ્ઞાતિજન સામે એસપીને અરજી કરાઈ છે અને માનહાની બદલ દાવો કરવા નોટીસ અપાઈ છે.
આ જ્ઞાતિના જ જયદીપ ઘનશ્યામ પંડયા, જયેશ કાંતિલાલ પંડયા, આદિત્ય હિમાંશુ મહેતા, અતુલ જટાશંકર વ્યાસ, દિનેશ નર્મદા શંકર ભટ્ટ, હરીશ નવલશંકર દવેએ તાજેતરમાં આવી પત્રીકા વિતરણ કર્યાની એસપી સમક્ષ અરજીમાં વિગત અપાઈ છે અને એડવોકેટ હર્ષદ ભટ્ટ મારફત રૂ.૧ કરોડની માનહાનીનો દાવો માંડવા નોટીસ આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial