Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાપમાનમાં નોંધાયો ૧.પ ડીગ્રીનો વધારોઃ
જામનગર તા. ૧૩: ઉત્તર ભારતમાંથી ફૂંકાતા તેજીલા પવનના પગલે સમગ્ર હાલાર પંથક શિતલહેરની ઝપટે ચડી ગયો છે. તીવ્ર ઠંડીથી જનજીવન ઠૂંઠવાઈ ગયું છે. ભારે ઠંડી વચ્ચે આજે સવારે પૂરા થતા ચોવીસ કલાકમાં ૧.પ ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ૧૪ ડીગ્રી નોંધાયું.
જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ તથા હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઈ રહી છે. મેદાનો, વૃક્ષો તથા ઘરોપર બરફના થર જામી છે. જેના પગલે ત્યાનું જનજીવન પ્રભાવિત થયું છે. ઘણાં માર્ગો બંધ થઈ જતા સ્થાનિકો તથા પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉત્તર ભારતના હિમ જેવા ઠંડા પવનોના પગલે ગુજરાતમં પણ શિયાળાએ ગતિ પકડી લીધી છે. રાજ્યના ઘણાં ભાગોમાં તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. જેના પગલે ઠંડીમાં પણ વધારો થઈ રહ્યો છે.
ઉત્તર ભારતના હિમ જેવા ઠંડા અને તેજીલા વાયરાઓના પગલે સમગ્ર હાલાર પંથક શિત લહેરની ઝપટે ચઢી ગયો છે. તીવ્ર ઠંડીથી પ્રજાજનો ધ્રુજી ઊઠ્યા છે. નગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧.પ ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ૧૪ ડીગ્રી જ્યારે આંશિક ઘટીને મહત્તમ તાપમાન રપ.ર ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭ ટકા ઘટીને પ૧ ટકા રહ્યું હતું.
જામનગરમાં પવનની ગતિ વધીને પ્રતિકલાકની સરેરાશ રપ થી ૩૦ કિ.મી.ની રહેવા પામી હતી. તેજીલા વાયરાઓના પગલે નગર ઠંડુગાર થઈ ગયું છે. કડકડતી ઠંડીથી પ્રજાજનો ઠૂંઠવાઈ ગયા છે. ઠંડી સામે રક્ષણ મળે તે માટે લોકોએ રાત્રે કામ વગર ઘરની બહાર જવાનું ટાળ્યું હતું. તેમજ ઘરની બહાર જતી વખતે લોકોએ ટોપી, સ્વેટર, જેકેટ સહિતના ગરમ વસ્ત્રો પહેરવાનો આગ્રહ રાખ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial