Advertisement
Author: નોબત સમાચાર

ઈરાનના નવા કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ હિજાબ નહીં પહેરનારને થશે મૃત્યુદંડની સજા

તહેરાનમાં બે વર્ષ પહેલા થયો હતો બળવોઃ

તેહરાન તા. ૧૩: પોતાના ખતરનાક કાયદાઓને લઈને ચર્ચામાં રહેતા ઈરાને હિજાબને લઈને નવો કાયદો બનાવ્યો છે. જેના પર હવે વિવાદ છેડાઈ ગયો છે. આ કાયદા હેઠળ હિજાબના નિયમોનું ઉલ્લંઘન કરનાર મહિલાઓને મૃત્યુદંડ પણ આપવામાં આવી શકે છે. ઈરાનના નવા કાયદાની કલમ ૬૦ હેઠળ આ કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ મહિલાઓને દંડ, કોરડા અથવા સખત જેલની સજા થઈ શકે છે. એકથી વધુ વખત અપરાધ કરનારને ૧૫ વર્ષ સુધીની જેલ અથવા તો મૃત્યુદંડની સજા થઈ શકે છે. ઈરાનના અધિકારીઓએ દેશના ડ્રેસ કોડનું ઉલ્લંઘન કરતી મહિલાઓ માટે વિવાદાસ્પદ હિજાબ કિલનિક ખોલવાનું પણ એલાન કર્યું છે.

એક અહેવાલ પ્રમાણે વિદેશી મીડિયા અથવા સંગઠનોમાં હિજાબ વિરોધ વિચારોને પ્રોત્સાહન આપતા આરોપીઓને ૧૦ વર્ષ સુધીની જેલની સજા મળશે. આ સાથે જ ૧૨,૫૦૦ પાઉન્ડ સુધીનો દંડ પણ ચૂકવવો પડી શકે છે. આ ઉપરાંત કાયદાનું ઉલ્લંઘન કરતી મહિલાઓની ધરપકડમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરનારા લોકોને પણ છોડવામાં નહીં આવે. ઈરાનની સરકાર આવા લોકોને સીધા જેલ હવાલે કરી શકે છે.

ઈરાને જણાવ્યું કે, આ કાયદાનો હેતુ હિજાબ સંસ્કૃતિની પવિત્રતા જાળવી રાખવાનો છે. ઈરાને કહ્યું કે, યોગ્ય કપડા ન પહેરવા, નગ્નતાને પ્રોત્સાહન આપવું અથવા ચહેરો ઢાંકવાનો વિરોધ કરનારને સખત સજા ફટકારવામાં આવશે. નોંધનીય છે કે ૧૯૭૯ની ઈસ્લામિક ક્રાંતિ બાદથી ઈરાને મહિલાઓને જાહેર સ્થળો પર વાળ ઢાંકવાનો કાયદા લાગુ કર્યો હતો. ૨૦૨૨માં આ કાયદા વિરૂદ્ધ દેશભરમાં વિરોધ પ્રદર્શનો થયા હતાં.

ઈરાનમાં ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૨ના ૨૨ વર્ષીય કુર્દ મહિલા મહસા અમીનીનું પોલીસ કસ્ટડીમાં મોત થઈ ગયું હતું. મહસાની તેહરાનમાં તહેરાનમાં તહેનાત મોરલ પોલીસે દેશના ડ્રેસ કોડનું ઉલ્લંઘન કરવા બદલ ધરપકડ કરી હતી. તેના મૃત્યુ બાદ દેશભરમાં વિરોધ શરૂ થયો હતો. આ પ્રદર્શનોમાં ઘણા સુરક્ષાકર્મીઓ સહિત સેંકડો લોકોના મોત થઈ ગયા હતા. ત્યારે ઈરાન સરકારે આ પ્રદર્શનોને રોકવા માટે હજારો વિરોધીઓની ધરપકડ કરી હતી. હવે વિરોધના બે વર્ષ બાદ પહેલા કરતા પણ વધુ કડક કાયદો લાગુ કરવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh