Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયામાં રાજકીય નેતાઓ મહત્ત્વના પ્રશ્નો પ્રત્યે વામણાં પૂરવાર
ખંભાળિયા તા. ૧૩: દેવભૂમિ દ્વારકા જિલ્લો ગુજરાતના છેવાડાનો હોય, તથા અહીં આવતા અધિકારીઓ તો ઠીક પણ નિયમો પણ આળસુ થઈ જતા હોવાની સ્થિતિ થાય તેવું છે.
તાજેતરમાં દ્વારકા જિલ્લાના ભાણવડ, ભાટિયા, જામનગરના લાલપુર જેવા નાનકડા સ્થળો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી કેન્દ્રો શરૂ કરાયા પણ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયામાં ૧૦ દિવસ પછી ઉહાપોહ થતા શરૂ થયું.
નવાઈની વાત છે કે ૧૦,પ૦૦ જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેંચવા રજિસ્ટ્રેશન કરાયું છે, જ્યારે એક જ કેન્દ્ર ચાલુ થતા રોજ ૭૦-૮૦ ક્યારેક ૧૦૦ ખેડૂતોનો વારો આવે છે. ૧૦,પ૦૦ ક્યારે ંપૂરા થાય? વળી રાજ્યના અન્ય શહેરોમાં પાંચ-સાત હજાર ખેડૂતોના રજિસ્ટ્રેશન થયા હોય તયાં બે-બે ટેકાના ખરીદી કેન્દ્રો છે, જ્યારે ખંભાળિયા દ્વારકા જિલ્લાનું વડુ મથક હોય રજિસ્ટ્રેશન પણ એક જ કેન્દ્ર અને તેમાં વાહન ઓછા આવતા કલાકો લગાડે છે.
જિલ્લા મુખ્ય મથક ખંભાળિયામાં ખેડૂતોની આવી પરેશાની અંગે 'રજૂઆતને સફળતા મળી' વાળા નિવેદનિયા રાજકીય નેતાઓ વામણાં પૂરવાર થઈ રહ્યા છે. તેથી ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial