Advertisement
Author: નોબત સમાચાર

મંદિર ચોરીના ગુન્હાનો નાસી ગયેલો આરોપી ઝડપી લેવાયો

રીનારી ગામમાંથી દબોચાયોઃ

જામનગર તા. ૧૩: મેઘપર પોલીસ સ્ટેશનમાં ત્રણ વર્ષ પહેલા મંદિરમાં ચોરી થયાનો ગુન્હો નોંધાયો હતો. તેના નાસી ગયેલા પરપ્રાંતીય આરોપીને કાલાવડના રીનારી ગામમાંથી જામનગરની પેરોલ ફર્લો સ્કવોડે પકડી લીધો છે.

મેઘપર પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૧માં એક મંદિરમાં ચોરી થયાનો ગુન્હો નોધાયો હતો. પોલીસે આઈપીસી ૩૮૦ તેમજ ૧૧૪, ૪૫૭ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી. જેમાં કાલાવડ તાલુકાના રીનારી ગામમાં ખેતમજૂરી કરવા આવેલા મધ્યપ્રદેશના ધાર જિલ્લાના અર્જુન કેલસીંગ મસાણીયા નામના શખ્સનું નામ ખૂલ્યું હતું.

તે પછી આ શખ્સ નાસી ગયો હતો. તેની બાતમી મળતા જામનગર પેરોલ ફર્લો સ્કવોડની ટીમ પીએસઆઈ વાય.બી. રાણાની સૂચનાથી રીનારી ગામ દોડી ગઈ હતી. ત્યાંથી આ શખ્સ મળી આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh