Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા જિલ્લાના અધિકારી-પદાધિકારીઓની બેઠક દરમિયાન
ખંભાળીયા તા. ૧૩: દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિકારીઓ તથા પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજતા પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ સ્વચ્છતા, પાણી, આરોગ્ય વિગેરે કામ વિશે તલસ્પર્શી માહિતી મેળવી પ્રજાહિતલક્ષી કામો તાકીદે પૂર્ણ કરવા જરૂરી સૂચના આપી હતી.
રાજ્યના જળસંપત્તી અને અન્ન, નાગરિક પુરવઠા કેબિનેટ મંત્રી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખંભાળીયામાં જિલ્લાના અધિકારીઓ તથા પદાધિકારીઓ સાથે જિલ્લાના પ્રશ્નો અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં પ્રભારી મંત્રીએ પાણી પુરવઠો, સિંચાઈ, અન્ન પુરવઠો, કૃષિ, વીજ પુરવઠો સહિત કેન્દ્ર તથા રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓના લાભ, જિલ્લામાં કાર્યરત પ્રોજેક્ટસ સહિતના અન્ય વિભાગોના કામ વિશે તલસ્પર્શી માહિતી મેળવી ચર્ચા કરી હતી.
વધુમાં જિલ્લાના પ્રવાસન અને ધાર્મિક સ્થળો પર સ્વચ્છતા, પાણી, પુરવઠા સહિતની સુવિધાઓ સુનિશ્ચિત થાય તે માટે સૂચનાઓ આપી હતી. ઉપરાંત કેન્દ્ર તથા રાજ્ય સરકારની પ્રજાહિતલક્ષી યોજનાઓનો લાભ જન જન સુધી પહોંચાડવા તથા સાંસદ અને ધારાસભ્યોના કામને અગ્રતા આપવા જણાવ્યું હતું. આ ઉપરાંત વિવિધ વિભાગના પડતર પ્રશ્નો અંગે માહિતી મેળવીને તેના પર વિસ્તૃત ચર્ચા કરી તાકીદે કામ પૂર્ણ કરવા મંત્રીએ જરૂરી સૂચનો તથા માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં કલેક્ટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોર, નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રચનાબેન મોટાણી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન જીતેન્દ્ર કણઝારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવી, અગ્રણી પી.એસ. જાડેજા, સંજય નકુમ, યુવરાજસિંહ વાઢેર, રસીક નકુમ, ભરત ચાવડા, ભરત ગોજીયા વિગેરે વિવિધ વિભાગના અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial