Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યના શિક્ષણમંત્રી ડો. કુબેર ડિંડોરને
ખંભાળીયા તા. ૧૩: ગુજરાતના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ મીતેશભાઈ ભટ્ટ તથા મહામંત્રી પરેશકુમાર પટેલ દ્વારા રાજ્યની પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અપારકાર્ડની કામગીરી અંગે રાજ્યના શિક્ષણમંત્રી ડો. કુબેર ડીંડોરને વિસ્તૃત રજૂઆત કરાઈ છે.
અપાર આઈ.ડી. બનાવવા ખુબ દબાણ ઉપરથી થાય છે, ત્યારે આધારકાર્ડમાં એક અક્ષરની પણ ભૂલ હોય તો કાર્ડ જનરેટર નથી થતું, આધારકાર્ડની કીટ વધારવી પડે, શાળા કક્ષાએથી કેમ્પ કરવા પડે. આધારકાર્ડ પ્રમાણે રેકોર્ડ યુ-ડાઈઝમાં થાય તો સાચો રેકોર્ડ ખોટો થઈ જશે. આઈ.ડી. બનાવવા વાલીઓનો સહયોગ મળતો નથી. કામગીરી કરવામાં શાળાના શિક્ષણને નુકસાન થાય છે. રોજ આંકડા મંગાવાય છે. ડિસેમ્બર માસમાં બીજા સત્રની કસોટીઓ તથા જાન્યુઆરીમાં પ્રિલિમરી કસોટીઓ છે. તેનો કોર્ષ પણ શિક્ષકો આ કામમાં પુરો નથી કરી શકતા. જન્મના દાખલામાં વાલી સાથે સળંગ નામ મંગાય છે, જે અનેક કિસ્સામાં નથી હોતું. ૧પ% જેટલા બાળકોના નામો જ મેચ થાય છે. બાકીના માટે કામ કરવાનું. માસ્ટર ડીગ્રી શિક્ષકો પાસેથી ડેટા એન્ટ્રી ઓપરેટર જેવું કામ કરાવવાનું હોય, આનાથી શિક્ષણને ખૂબ જ નુકસાન થતું હોય, સંઘ દ્વારા તાકીદે આ બાબતે યોગ્ય વ્યવસ્થા કરવા માંગણી કરાઈ છે. નહીં તો સંગઠન સામૂહિક નિર્ણય લઈને આગળ વધશે, તેવી પણ ચેતવણી આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial