Advertisement
Author: નોબત સમાચાર

મચ્છરનગરમાં મહિલાના મકાનમાં બે શખ્સે ચાંપી આગઃ ભારે નુકસાન

પૈસાની લેતીદેતીના મામલે આગચંપીનો બન્યો બનાવઃ

જામનગર તા. ૫: જામનગરના મચ્છરનગરમાં એક મકાનમાં ગઈરાત્રે બે શખ્સે જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ ચાંપી દીધી હતી. ભભૂકેલી આગમાં તે ઘરનો સામાન અને રૂ. ૧ લાખ ૪૫ હજાર રોકડા સળગી ગયા છે. મકાનમાં રહેતા પ્રૌઢાના પુત્ર સાથે પૈસા બાબતે બોલાચાલી થયા પછી બે શખ્સે ઘર સળગાવ્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે બંને શખ્સની શોધ આરંભી છે.

જામનગરના ગાંધીનગર વિસ્તાર પાસે આવેલા મચ્છર નગર નજીકના હાઉસીંગ બોર્ડના બ્લોક નં.૨૩માં બ્લોક નં.૨૭૦માં રહેતા જયોત્સના બેન રમેશભાઈ પાનસુરીયા નામના મહિલા અને તેમનો નાનો પુત્ર ગઈરાત્રે પોતાના ઘરે હતા ત્યારે પુનીતનગરમાં રહેતો હિતરાજસિંહ વિક્રમસિંહ વાળા તથા ગાંધીનગરમાં રહેતા યશપાલસિંહ વાળા ધસી આવ્યા હતા.

આ શખ્સોએ જયોત્સના બેનને તેમનો પુત્ર કિશન ક્યા છે તેમ પૂછ્યું હતું અને ત્યારપછી આ શખ્સો ચાલ્યા ગયા હતા. થોડીવાર પછી આ બંને શખ્સ ચાર શીશામાં પેટ્રોલ જેવું પ્રવાહી ભરીને આવ્યા પછી તેઓએ જયોત્સનાબેનના ઘરમાં તેનો છંટકાવ કરી દીવાસળી ચાંપી દીધી હતી.

અગાઉ કિશન રમેશભાઈ સાથે પૈસા બાબતે હિતરાજને બોલાચાલી થઈ હતી. તેનો ખાર રાખી આ શખ્સોએ જયોત્સનાબેન કરગરતા હોવા છતાં દીવાસળી ચાંપી દેતા આખુ ઘર સળગી ઉઠ્યું હતું. આ વેળાએ ધમકી આપી બંને શખ્સ પલાયન થઈ ગયા હતા. જોતજોતામાં વકરેલી આગની જ્વાળામાં ઉપરોક્ત ઘરનો મોટાભાગનો સામાન તથા ઘરમાં રાખેલી રૂ. ૧ લાખ ૪૫ હજારની રોકડ રકમ સળગીને ખાખ થઈ ગઈ હતી. આ બનાવની સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જયોત્સના બેને ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુન્હો નોંધી બંને શખ્સની શોધખોળ આરંભી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh