Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાવલ તથા ઘેડ વિસ્તારની મૂલાકાતે સી.એમ. કેમ ન ગયા ?
ખંભાળીયા તા. પઃ ગુજરાતમાં જ્યા ૧૪૦ ટકાથી વધારે વરસાદ પડ્યો ત્યાં લીલો દુકાળ જાહેર કરવા કિસાન કોંગ્રેસે માંગણી કરી છે.
તાજેતરમાં ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદ અતિવૃષ્ટિના સંદર્ભમાં રાજ્ય કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલીયાએ ૧૪૦ ટકાથી વધુ જ્યાં વરસાદ પડ્યો છે તેવા તમામ તાલુકાઓમાં લીલો દુકાળ જાહેર કરવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી છે.
ગુજરાતના ૩૭ તાલુકાઓમાં ૧૪૦ ટકા ઉપરાંત વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે દ્વારકામાં ૩૯૦ ટકા જેટલો નોંધાયો છે ત્યારે દ્વારકા, પોરબંદર, જુનાગઢ, જામનગર જિલ્લાને લીલા દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા માંગ કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા દ્વારકા જિલ્લાની એક માસમાં બે વખત મુલાકાત લેવાઈ ત્યારે તેમણે જામ રાવલ તથા ઘેડ વિસ્તારની મુલાકાત લેવી જોઈએ તથા અછત મેન્યુઅલમાં સ્પષ્ટ લખેલું છે જ કે ૧૪૦ ટકાથી વધુ વરસાદમાં લીલો દુકાળ ગણાય.
મુખ્યમંત્રીની મુલાકાતથી શું થાય ? અછત મેન્યુઅલના નિયમોનો અમલ કરવો જોઈએ અગાઉની નુકસાનીનો સર્વે પણ હજુ પૂરો થયો નથી. ખેડૂતોને વ્યાપક રીતે નુકસાન થયું છે ત્યારે તાકીદે લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરવામાં આવી છે તથા સર્વેના નાટકો નહીં ખેડૂતોને યોગ્ય વળતરની માંગ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial