Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મંડળીઓ નવ સપ્ટેમ્બર સુધી અરજી કરે
જામનગર તા. ૫: જામનગરમાં આગામી દિવસોમાં રાસ ગરબા હરિફાઈનું આયોજન કરવામાં આવશે. જેમાં ભાગ લેવા ઈચ્છુક રાસ ગરબાની મંંડળીઓ ૯ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે.
કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જામનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિની રાસ-ગરબા હરિફાઈનું આયોજન આગામી દિવસોમાં કરવામાં આવશે. જેમાં પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા માટે ૧૪ થી ૩૫ વર્ષના બહેનો તથા રાસ માટે ૧૪ થી ૪૦ વર્ષ સુધી વય મર્યાદા રહેશે.
દરેકનો સ્પર્ધા સમય ૬ થી ૧૦ મિનિટનો રહેશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતી રાસ ગરબાની મંડળીઓએ નિયત નમૂનાનું અરજી ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જિલ્લા સેવા સદન, ૪-રૂમ નં. ૪૨, પહેલા માળે, રાજપાર્ક પાસે, જામનગરમાં મેળવીને પરત તા. ૦૯-૦૯-૨૪ના બપોરે ૧૨ કલાક સુધીમાં મોકલવાનું રહેશે.
વધુ વિગત માટે કચેરીના ફોન ૦૨૮૮ ૨૫૭૧૨૦૯નો સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારી એમ.આઈ. પઠાણએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial