Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યમાંથી તમામ અરજીઓ પૈકી ૧૦૦ યુવાની પસંદગીઃ
જામનગર તા. ૫: ગુજરાત રાજ્યના ૧પ થી ૩પ વર્ષના યુવક-યુવતીઓ રાજ્યના જુદા જુદા વિસ્તારો, દરીયાઈ સંપત્તિ, ઉદ્યોગો તથા સાગરકાંઠે વસવાટ કરતી પ્રજાનું લોકજીવન, મુશ્કેલીઓ, તેમની કલા અને સંસ્કૃતિ વગેરેનો પ્રત્યક્ષ પરિચય કેળવે તથા સાગરલક્ષી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પ્રેરાય તેવા ઉમદા હેતુથી પ્રતિ વર્ષ ૧પ થી ૩પ વર્ષના યુવક-યુવતીઓ માટે સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમમાં યોજવામાં આવે છે. ચાલુ વર્ષે ૧૦ દિવસ માટે આવો સાહસિક સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ ઓકટોબર ર૦ર૪ દરમ્યાન જામનગરમાં યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યભરમાંથી મળેલ અરજીઓમાંથી ઉમેદવાર પસંદ કરી કુલ ૧૦૦ યુવક-યુવતીઓને આ કાર્યક્રમમાં ભાગ લેવાની તક આપવામાં આવશે.
આ પ્રવાસમાં જોડાવા ઈચ્છતા યુવક-યુવતીઓ કે જેઓ તા. ૩૧-૧ર-ર૪ ની સ્થિતિએ ૧પ થી ૩પ વર્ષની વય મર્યાદા ધરાવતા હોય તેમણે પોતાના જિલ્લાની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીમાંથી નિયત નમૂનાનું ફોર્મ મેળવી પોતાનું નામ સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, વ્યવસાય, એનસીસી, પર્વતારોહણ, રમતગમત સ્પર્ધામાં ભાગ લીધેલ હોય તો તેની વિગત, શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાની તબીબી પ્રમાણપત્ર, વાલીની સંમતિ, તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઈઝનો ફોટો, ઓળખ કાર્ડ, અગાઉ આ કાર્યક્રમમાં ભાગ લીધેલ હોય તો તેની વિગત વગેરે માહિતી દર્શાવતી અરજી તા. ૩૧-૮-ર૪ સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જિલ્લા સેવા સદન-૪, રૂમ નં. ૪ર, રાજપાર્ક પાસે, જામનગરમાં મોકલવાની રહેશે.
પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા કુલ ૧૦૦ યુવક યુવતીઓની આ કાર્યક્રમમાં જોડાવા માટે પસંદગી કરવામાં આવશે. પસંદગી પામેલ યુવક-યુવતીઓને તેઓની પસંદગી અંગે ટેલિફોનિક જાણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેનાર યુવક-યુવતીઓને નિવાસ, ભોજન તથા કાર્યક્રમ સ્થળે આવવા-જવાનું ભાડું તથા કાર્યક્રમમાં ભાગ લેવા બદલ સરકાર તરફથી પ્રમાણપત્ર આપવામાં આવશે તેમ જામનગર જિલ્લા યુવા વિકાસ અધિકારી એમ.આઈ. પઠાણની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial